જાહન્વી કપૂરનો ‘અફેર’ ફેર….નેકલેસ ખોલ્યું રહસ્ય
મુંબઈઃ બોલીવુડની જાણીતી અભિનેત્રી જાહન્વી કપૂર લાંબા સમયથી મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન સુશીલ કુમાર શિંદેના પૌત્રને ડેટ કરવાને લઈ ચર્ચમાં છે. જાણીતા બિઝનેસમેન શિખર પહાડિયાને ડેટ કરવાને લઈ શ્રીદેવીની લાડલી ચર્ચામાં રહે છે, જ્યારે મોટા ભાગે શિખર સાથે જોવા મળતી હોય છે.
જાહેર સ્થળોએ પણ બંને એકબીજાની સાથે જોવા મળે છે. છેલ્લે ધાર્મિક સ્થળે પણ સાથે પણ જોવા મળ્યા હતા, પરંતુ બંને આ મુદ્દે જાહેરાત કરતા નથી. જાહન્વી કપૂર પણ તેના અંગે સ્પષ્ટતા કરતી નથી, પરંતુ શિખર પહાડિયા સાથે રિલેશનમાં હોવાની વાતને હવે લોકો મનાઈ કરતા નથી.
તાજેતરમાં જાહન્વી કપૂર બોની કપૂરના પ્રોડ્ક્શન હાઉસની ફિલ્મ મૈદાનના સ્ક્રિનિંગમાં પહોંચી હતી. એ વખત જાહન્વી ઓલ વ્હાઈટ લૂકમાં જોવા મળી હતી. વ્હાઈટ બ્લેજર સાથે વ્હાઈટ પેન્ટમાં જોવા મળેલી જાહન્વીને જોઈને લોકો ખુશ થઈ ગયા હતા, જ્યારે તેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા હતા.
જાહન્વીના ગળામાં સિલ્વર પેન્ડેટ પર લોકોનું ખાસ ધ્યાન ગયું હતું. જાહન્વીના ગળામાં કસ્ટમાઈઝડ નેકલેસ પહેર્યું હતું. બોયફ્રેન્ડ શિખર પહાડિયાનું નિકનેમ શિકુ છે, જ્યારે ગળામાં પહેરેલ નેકલેસ પર શિકુ નામ લખ્યું હતું. હવે એવું લોકો કહે છે કે રિલેશનમાં હોવાથી જાહન્વીએ શિકુ નામનું નેકલેસ પહેર્યું છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો જાહન્વી આગામી દિવસોમાં રામચરણની ફિલ્મ આરસી 16માં જોવા મળશે.