આ કોની સાથે સ્પોટ થઈ જહાન્વી કપૂર? લોકોએ પૂછ્યા આવા સવાલો…
બી-ટાઉનની દિવંગત એક્ટ્રેસ અને ચાંદની ગર્લ શ્રીદેવી અને બોની કપૂરની નાની દીકરી ખુશી કપૂર આજે પોતાનો 23મો જન્મદિવસ ઊજવી રહી છે. પોતાના જન્મદિવસે ખુશી નજીકના લોકો સાથે જોવા મળી હતી. બર્થડે ગર્લની બર્થડે પાર્ટીમાં તેની મોટી બહેન જહાન્વી કપૂરે લાઈમ લાઈટ ચોરી લીધી હતી. જહાન્વી રેસ્ટોરાંમાં તેના સો-કોલ્ડ બોયફ્રેન્ડ સાથે જોડા મળી હતી અને તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જહાન્વી કપૂર અવારનવાર તેના સો કોલ્ડ બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે જોવા મળે છે અને બહેનની બર્થડે પાર્ટીમાં પણ જહાન્વી શિખર સાથે પહોંચી હતી. આ પહેલાં પણ આ રૂમર્ડ કપલ ઓરી અવત્રામણિ સાથે એક પ્રાઈવેટ પાર્ટીમાં જોવા મળ્યું હતું અને ઓરીએ આ પાર્ટીના ફોટા, વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા.
ખુશીની બર્થડે પાર્ટીની વાત કરીએ તો આ પાર્ટીમાં જહાન્વી કપૂર રેડ કલરના ડ્રેસમાં એકદમ બ્યુટીફૂલ જોવા મળી હતી અને એની સાથે તેનો બોયફ્રેન્ડ પણ રેસ્ટોરન્ટની બહાર જોવા મળ્યો હતો. જોકે, બંને અલગ-અલગ રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળતા જોવા મળ્યા હતા. આ વાઈરલ વીડિયો પર નેટિઝન્સ જાત જાતની કમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં જહાન્વીને પૂછ્યું હતું કે તમે બંને જણ ક્યારે લગ્ન કરી રહ્યા છો?
પાપારાઝીએ બંનેને સાથે સ્પોટ કર્યા એટલે જહાન્વીએ મોઢું છૂપાડવાનું શરૂ કર્યું હતું. વર્કફ્રન્ટની વાત કરીએ તો જહાન્વી કપૂર પાસે હાલમાં એક પછી એક અનેક પ્રોજેક્ટ છે. તે છેલ્લે વરુણ ધવન સાથે ફિલ્મ બવાલમાં જોવા મળી હતી. હવે તે ટૂંક સમયમાં જ મિસ્ટર એન્ડ માહી, ઉલ્ઝા અને એનટીઆર-30માં જોવા મળશે.