મનોરંજન

બ્લેક હાઈ સ્લિટ સ્ટ્રેપલેસ ગાઉનમાં જાહન્વી કપૂરે રેમ્પ વોક કર્યું, જુઓ વાઈરલ તસવીરો

બોલીવુડની જાણીતી અભિનેત્રી જાહન્વી કપૂર તેની ફેશન સેન્સ માટે લોકોમાં પ્રિય છે. તેના લૂક્સ માટે તે હંમેશાં સમાચારોમાં રહે છે. જો કે ક્યારેક તે ટ્રોલિંગનો શિકાર પણ બને છે. તાજેતરમાં જ જ્હાન્વી કપૂરે લેક્મે ફેશન વીકમાં પોતાની ફેશનનો જાદુ ફેલાવ્યો હતો.

તે બ્લેક કલરના હાઈ સ્લિટ સ્ટ્રેપલેસ ગાઉનમાં જોવા મળી હતી. તેણે હાઈ હીલ્સ સાથે લૂક કમ્પ્લીટ કર્યો હતો. જાહન્વીએ મિનિમલ જ્વેલરી સાથે સાઇડ પાર્ટેડ હેરસ્ટાઇલ બનાવી હતી. તેણે લાંબી ઈયરિંગ્સ પહેરી હતી અને ન્યૂડ મેકઅપ કર્યો હતો.

આપણ વાંચો: જાહન્વી કપૂરનો ‘અફેર’ ફેર….નેકલેસ ખોલ્યું રહસ્ય

સોશિયલ મીડિયા પર જાહન્વીના લુકની ચર્ચા થઈ રહી છે. જો કે તેના રેમ્પ વોકના કારણે તે ટ્રોલિંગનો શિકાર બની છે. યુઝર્સે કમેન્ટ કરી કે જાહન્વીનું વોક સારું નથી લાગી રહ્યું. એક યુઝરે લખ્યું- બીજી છોકરી પરફેક્ટ છે.

એક યુઝરે લખ્યું- માફ કરજો પણ આ ફની છે, જ્યારે એક યુઝરે લખ્યું હતું કે મોડલ અદભૂત અને આકર્ષક છે. મોડલને તેનું કામ કરવા દો. બીજા યૂઝરે લખ્યું હતું કે જાહન્વીની વોક ફની છે, જ્યારે અન્યએ લખ્યું હતું કે જાહન્વીની પાછળની મોડલે કમાલ કરી હતી.

આપણ વાંચો: મહાભારતના પાત્ર કર્ણ પર બની રહી છે ફિલ્મ, જાહન્વી કપૂર સુપરસ્ટાર સૂર્યા સાથે ચમકશે

બોની કપૂર અને શ્રીદેવીની દીકરી જાહન્વીએ ૨૦૧૮ની ફિલ્મ ધડકથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મને ખૂબ પસંદ કરવામાં આવી હતી. જાહન્વી ધીમે ધીમે ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવી રહી છે. તેણે ‘દેવરા’, ‘ઉલઝ’, ‘બવાલ’, ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’, ‘રૂહી’, ‘મિલી’ અને ‘ગુંજન સક્સેના’ જેવી ફિલ્મો કરી છે.

અત્યારે જાહન્વીના હાથમાં ઘણી ફિલ્મો છે. તે સની સંસ્કારીકી તુલસી કુમારીમાં વરુણ ધવન સાથે જોવા મળશે. આ સિવાય તે ‘પરમ સુંદરી’માં જોવા મળશે, જેમાં સિદ્ધાર્થ મલ્હોત્રા પણ છે. આ સિવાય તેના હાથમાં તેલુગુ ફિલ્મ ‘પેદ્દી’ છે. ત્રણેય ફિલ્મોનું શૂટિંગ ચાલી રહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button