
નવી દિલ્હીઃ બોલિવુડમાં એવા અનેક કલાકારો છે તે જે સોશિયલ મીડિયા પર વિવાદ પ્રકારના મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય આપતા હોય છે. તેમાં એક નામ અભિનેત્રી જાહ્નવી કપૂરનું પણ આવે છે. જાહ્નવી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય આપતી રહે છે. થાણેમાં એક ક્લિનિકમાં એક વ્યક્તિએ રિસેપ્શનિસ્ટ પર ક્રૂરતાપૂર્વક હુમલો કર્યો હતો તે ઘટનાની જાહ્નવી કપૂરે સખત નિંદા કરી છે. અભિનેત્રી દ્વારા શેર કરવામાં આવેલા વાયરલ વીડિયોમાં ગોકુલ ઝા નામનો એક વ્યક્તિ રિસેપ્શનિસ્ટને લાત મારતો, વાળ પકડીને ખેંચતો અને પછી તેને જમીન પર ફેંકતો જોઈ શકાય છે. જેના પર જાહ્વવીએ ચિંતા વ્યક્ત કરી અને કાર્યવાહી કરવા માટે માંગણી કરી છે.
આરોપીને કડકમાં કડક સજા કરવામાં જાહ્લવીએ કરી માંગ
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો પર જાહ્નવી કપૂરે આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરી છે. તેણે લખ્યું, ‘આ માણસ જેલમાં હોવો જોઈએ. કોઈ એવું કેવી રીતે વર્તન કરી શકે છે? તેને શું લાગે છે કે તે આવી રીતે કોઈ પર હાથ ઉપાડી શકે છે? આ જાણ્યા પછી કે, તમારું મન આ રીતે કામ કરે છે તમે તમારી જાત સાથે કેવી રીતે જીવો છો? કેટલી શરમજનક વાત છે અને આપણને શરમ પણ આવે છે કે આપણે આવા વર્તનને ઘણી વખત અવગણી દેતા હોઈએ છીએ. આવી વ્યક્તિને સજા થવી જોઈએ’.

રિસેપ્શનિસ્ટ પર એક વ્યક્તિએ કર્યો હુમલો
સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો, થાણાં આવેલા એક ખાનગી હોસ્પિટલમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી 25 વર્ષીય મહિલાએ એક વ્યક્તિને એપોઇન્ટમેન્ટ વિના ડૉક્ટરના રૂમમાં પ્રવેશવાની ના પાડી તો તેના પર હુમલો કર્યો હતો. જે વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં ગોકુલ ઝા નામનો વ્યક્તિ હોસ્પિટલના રિસેપ્શન એરિયામાં રિસેપ્શનિસ્ટના વાળ ખેંચીને તેના પર હુમલો કરતો જોઈ શકાય છે. તેના પર કાર્યવાહી કરવા માટે જાહ્નવી કપૂરે સરકાર પાસે માંગણી પણ કરી છે.
આ ફિલ્મોમાં જાહ્વની કપૂર મોટા પરદે જોવા મળશે
જાહ્નવી કપૂરના કામની વાત કરવામાં આવે તો, તે ફિલ્મ ‘હોમબાઉન્ડ’ને કારણે ચર્ચામાં છે. જેમાં ઇશાન ખટ્ટર અને વિશાલ જેઠવા પણ છે. જાહ્નવી સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે રોમેન્ટિક કોમેડી ‘પરમ સુંદરી’માં પણ જોવા મળશે. આ ઉપરાંત, તે વરુણ ધવન સાથે ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’માં પણ જોવા મળશે. આ ફિલ્મ જે પહેલા સપ્ટેમ્બર 2025 માં રિલીઝ થવાની હતી. હવે 2 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થશે તેવું જાણવા મળ્યું છે.