મુંબઈઃ નવરાત્રિના મહાપર્વની ખેલૈયાઓની સાથે બોલીવુડના કલાકારો પણ છવાઈ ગયા છે, જેમાં મુંબઈના શહેર અને વિસ્તારોમાં દુર્ગા પૂજાના પંડાલ લાગ્યા છે, જેમાં સતત બીજા દિવસે આજે બોલીવુડના કલાકારો દુર્ગા પૂજાના દર્શને પહોંચ્યા હતા, જેમાં કાજોલ દેવગન પણ બિગ બીના પત્ની જયા બચ્ચનને પંડાલના સ્ટેજ પર મળી ત્યારે ખુશખુશાલ મુદ્રામાં જોવા મળી હતી.
અગાઉ સુસ્મિતા સેન, કાજોલ, રાણી મુખરજી સહિત અન્ય અભિનેત્રીઓએ દર્શન કર્યા હતા, જ્યારે આજે ટેલિવિઝનની જાણીતી સિરિયલ તારક મહેતા કા ઉલટા ચશ્મામાં બબીતાજીના પાત્રથી જાણીતી અભિનેત્રી મુનમુન દત્તા પણ પહોંચી હતી. મુનમુન દત્તા પંડાલમાં પહોંચ્યા પછી લોકો પણ ચોંકી ગયા હતા મુનમુન દત્તાનો લૂક પણ એટ્રેક્ટિવ હતો, જ્યારે તેને જોઈને લોકોએ ખુશી પણ વ્યક્ત કરી હતી.
બબીતાજીની સાથે અનુપમા સિરિયલમાં મુખ્ય ભૂમિકા ભજવનારી રુપાલી ગાંગુલી પણ પંડાલમાં દુર્ગા માતાજીના દર્શન કરવા પહોંચી હતી. સાડી પહેરીને જોવા મળતી રુપાલી ગાંગુલીએ મસ્ટર્ડ કલરની સાડીમાં જોવા મળી હતી, જ્યારે તેને કેમેરા સામે સ્માઈલિંગ ફેસમાં મસ્ત પોઝ આપ્યા હતા.
આ બંને અભિનેત્રી સાથે કાજોલની બહેન તનીષા મુખરજી પણ સાડી પહેરીને પંડાલમાં દર્શન કરવા પહોંચી હતી. તનીષાએ લાઈટ કલરની સાડીમાં જોવા મળી હતી, જ્યારે બહેન કાજોલ પણ આજે ગ્રીન કલરની ટ્રાન્સપરન્ટ સાડીમાં જોવા મળી હતી.
કાજોલે ડીપનેક બ્લાઉઝ પહેરી અને વાળ ખુલ્લા રાખેલા જોવા મળી ત્યારે પંડાલના સ્ટેજ પર બિગ બીના પત્ની જયા બચ્ચનને મળી ત્યારે ખુશ હતી. એ વખતે સ્ટેજ પર હાજર કાજોલ અને જયા બચ્ચનની તસવીરો પણ ફોટોગ્રાફરે ખેંચી લીધી હતી. હંમેશાં ગુસ્સામાં જોવા મળતા જયા બચ્ચન પણ પિંક અને ઓરેન્જ કલરની સાડી પહેરીને પંડાલમાં પહોંચ્યા ત્યારે તેમને પણ હસી-હસીને પોઝ આપ્યા હતા.