પોતાના જ પુત્રના મૃતદેહને મેળવવા Jagjit Singhએ આપવી પડી હતી લાંચ…

આઠમી ફેબ્રુઆરીનો દિવસ હોય અને એ દિવસે જો ગઝલપ્રેમીઓને ગઝલ સમ્રાટ Jagjit Singhની યાદ ના આવે તો જ નવાઈ… આજે ગઝલ સમ્રાટ જગજિત સિંહનો જન્મદિવસ છે. 1941ની આઠમી ફેબ્રુઆરીના જન્મેલા જગજિત સિંહની ગઝલોમાં જેટલું દર્દ છલકાતું હતું એનાથી વધારે દર્દ તો તેઓ રિયલ લાઈફમાં ઘોળીને પી ગયા હતા… આજે આ ગઝલ સમ્રાટના જન્મદિવસે તેમના જીવનના સૌથી ટ્રેજિક ઈન્સિડન્ટ વિશે વાત કરીએ…
આ ટ્રેજિક ઈન્સિડન્ટ વિશે ફિલ્મે મેકર મહેશ ભટ્ટે ખુલાસો કર્યો હતો. વાત જાણે એમ છે કે ફિલ્મ સાંરાશને મંગળવારે એટલે કે છઠ્ઠી ફેબ્રુઆરીના 40 વર્ષ પૂરા થઈ રહ્યા હતા અને મહેશ ભટ્ટ અને ફિલ્મના એક્ટર અનુપમ ખેર ફિલ્મ વિશે વાત કરી રહ્યા હતા અને એ સમયે તેમણે જગજિત સિંહના દીકરાના નિધનને લઈને એક ઘટના શેર કરી હતી. મહેશ ભટ્ટે ખુલાસો કર્યો હતો કે જગજિત સિંહને પોતાના દીકરાના મૃતદેહને જોવા, પહોંચવા માટે પોલીસને લાંચ આપવી પડી હતી.
એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર મહેશ ભટ્ટે જણાવ્યું હતું કે જ્યારે જગજિત સિંહના દીકરાનું એક કાર એક્સિડન્ટમાં નિધન થયું હતું ત્યારે પોતાના દીકરાના મૃતદેહનો કબજો મેળવવા માટે જુનિયર અધિકારીઓને લાંચ આપવી પડી હતી અને એ જ સમયે તેમને સારાંશના મહત્ત્વનો અહેસાસ થયો હતો કે કઈ રીતે એક વ્યક્તિ પોતાના જ વ્યક્તિના મૃતદેહનો કબજો લેવા માટે સંઘર્ષ કરે છે અને ફિલ્મ માટે આ એક રેફન્સ પોઈન્ટ હતો. દીકરાના નિધનથી જગજિત સિંહ અને તેમના પત્ની ચિત્રા સિંહ કે જેઓ ખુદ પણ એક સારા સિંગર હતા એ એકદમ ભાંગી પડ્યા હતા. એટલું જ નહીં તેમણે ગાવાનું પણ છોડી દીધું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં જ ફિલ્મ સારાંશને 40 વર્ષ પૂરા થયા હતા અને આ ફિલ્મમાં અનુપમ ખેર, રોહિણી હટ્ટંગડી લીડ રોલમાં જોવા મળ્યા હતા. ફિલ્મની સ્ટોરી એક મહારાષ્ટ્રીય કપલની હતી જે પોતાના એકના એક દીકરાને ગુમાવી દે છે. આ ફિલ્મમાં વૃદ્ધોની એન્ઝાઈટી, એકલતાં અને વેદનાને વાચા આપવામાં આવી છે.