મનોરંજન

જાણો આ શ્રીલંકન સુંદરી વિશે, જે એક ખાનગી ટાપુની માલિક છે?

બોલીવુડ હોય કે હોલીવુડ પણ ફિલ્મી ઈન્ડસ્ટ્રીમાં અભિનેત્રીઓ પોતાનો દબદબો યથાવત રાખે છે. ચાહે લગ્ન કરે કે ના કરે પણ ઈન્ડસ્ટ્રીમાં પૈસાની કમાણી કરવાની વાત, તેમાંય અમુક અભિનેત્રીઓ ફિલ્મોમાં કામ કર્યા વિના પણ ચર્ચામાં રહે છે અને કમાણી પણ કરીને કરોડો રુપિયાની સંપત્તિ પણ ધરાવતી હોય છે. આવી જ એક અભિનેત્રી છે કરોડોની આસામી છે. આજે તમને એક એવી સુંદરીનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ, જે વૈભવી ઘરો અને મોંઘી કાર ઉપરાંત, એક પ્રાઈવેટ આઈલેન્ડની માલિક પણ છે. કોણ છે જો એવો સવાલ તમને થતો હોય તો જાણી લો.

જો તમે તેને ઓળખી ન શકો, તો તમને જણાવી દઈએ કે તે શ્રીલંકન અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ છે, જેણે બોલીવુડમાં પોતાની મજબૂત ઓળખ બનાવી છે. આ દિવસોમાં જેકલીન તેના નવા ગીતને કારણે ચર્ચામાં છે. પરંતુ અહીં અમે તમને તેના અંગત જીવનની ઝલક આપવા જઈ રહ્યા છીએ. તમને જાણીને નવાઈ લાગશે કે આ અભિનેત્રી કરોડોની માલિક છે અને તેનો પોતાનો ટાપુ પણ છે.

જેકલીન ફર્નાન્ડીઝે 2009માં પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમની પહેલી ફિલ્મ ‘અલાદ્દીન’ હતી. જેમાં તે રિતેશ દેશમુખ સાથે જોવા મળી હતી. જોકે, જેકલીનને ‘મર્ડર 2’ ફિલ્મથી આગવી ઓળખ મળી હતી. આ ફિલ્મ પછી અભિનેત્રીએ ક્યારેય પાછળ વળીને જોયું નહીં અને અક્ષય કુમારથી લઈને સલમાન ખાન સાથે સુપરહિટ ફિલ્મો આપી. જેકલીન તેના ચાહકોને ફક્ત તેના અભિનયથી જ નહીં પરંતુ તેના નૃત્ય અને ફિટનેસથી પણ દિવાના કરે છે.

ચાહકોને તેની સ્ટાઇલ ખૂબ ગમે છે. તમને જાણીને નવાઈ લાગશે કે જેકલીનનો પોતાનો ખાનગી ટાપુ છે. આ અભિનેત્રી શ્રીલંકાના દક્ષિણ કિનારે ચાર એકરના ટાપુની માલિક છે. જેક્લીને આ ટાપુ 2012માં ખરીદ્યો હતો.

અહેવાલો અનુસાર અભિનેત્રીએ તેના માટે લગભગ ત્રણ કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. જેકલીન ફર્નાન્ડીઝની કુલ સંપત્તિ વિશે વાત કરીએ તો, અહેવાલો અનુસાર, તે લગભગ 115 કરોડ રૂપિયા છે. અભિનેત્રી મુંબઈ શહેરમાં એક આલીશાન ઘર ધરાવે છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો જેકલીન ટૂંક સમયમાં અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ ‘હાઉસફુલ 5’માં જોવા મળશે. આ ફિલ્મમાં ઘણા સ્ટાર્સ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button