It's too hot: તારક મહેતા…ની આ કલાકારનો બિકની લૂક જોઈ યુઝર્સ કેમ ભડકી ગયા | મુંબઈ સમાચાર
મનોરંજન

It’s too hot: તારક મહેતા…ની આ કલાકારનો બિકની લૂક જોઈ યુઝર્સ કેમ ભડકી ગયા

ભારતીય ફિલ્મ કે ટીવીદર્શકોને જો કોઈ પદડા પરનું પાત્ર ગમી જાય તો પછી તેઓ ઈચ્છે છે કે તે રિયલ લાઈફમાં પણ એવુ જ રહે, પરંતુ રીલ અને રિયલ લાઈફ બન્ને અલગ હોય છે. આથી જ ટીવીની સંસ્કારી બહુ કે દીકરીઓ પોતાની પર્સનલ લાઈફમાં કે સોશિયલ મીડિયામા અલગ રીતે દેખાય તો ફેન્સ નારાજ થઈ જતા હોય છે.

આવું જ કંઈક જાણીતી પારિવારિક સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની એક કલાકાર સાથે થયું હતું. આ અભિનેત્રી આમ તો ઘણા સમયથી સિરિયલ સાથે જોડાયેલી નથી, પરંતુ સિરિયલના કારણે તે જાણીતી છે અને લોકોને આજે પણ તે એટલી જ ગમે છે. આ અભિનેત્રીનું નામ છે નિધિ ભાનુશાળી. આપણી ગુજરાતી નિધિએ સિરિયલમાં ભીડે માસ્તર અને માધવીભાભીની દીકરી સોનૂનો રોલ કર્યો હતો. સુંદર દેખાતી નિધિ ઘણી જ લોકપ્રિય થઈ હતી. જોકે પછીથી તેણે સિરિયલ છોડી દીધી હતી, પરંતુ નિધિ સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. જોકે તે આવા પ્રકારના બોલ્ડ વીડિયો અગાઉ પણ પોસ્ટ કરી ચૂકી છે, પરંતુ અમુક પિક્સને લીધે તે વિવાદમાં સપડાઈ છે.

મોટેભાગે સિમ્પલ અને મેકઅપ વિના દેખાતી નિધિએ હાલમાં એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં તે વેકેશન મનાવી રહી હોવાનું જણાઈ આવે છે. યુઝર્સને તેનાં વેકેશન મનાવવા સાથે વાંધો નથી, પરંતુ તેણે બિકનીમાં સ્વિમિંગ કરતો જે વીડિયો અને અમુક પિક્ચર્સ મૂક્યા છે તે યુઝર્સને ગમી રહ્યા નથી.

નિધિ વોટરફોલ પાસે પાણીમાં કૂદી પડે છે, પણ પછીથી તેને પાણી ખૂબ જ ઠંડુ લાગે છે અને ધ્રુજવા માંડે છે. આવો એક વીડિયો તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

યુઝર્સ એવી કમેન્ટ્સ કરી રહ્યા છે કે ભીડે માસ્તરે આવા સંસ્કાર તો ન હતા આપ્યા. સિરિયલમાં નિધિને ખૂબ ડાહી, સમજદાર ભણવામાં હોશિયાર બતાવવામાં આવી છે અને ભીડે ટીચર હોવાથી તે હંમેશાં સંસ્કાર અને શિસ્તની વાત કરે છે, આથી દર્શકોના મનમાં એ જ સોનૂ હોય છે, પરંતુ રિયલની સોનૂ હોટ છે અને આજના ટીનએજની જેમ મસ્તી ધમાલ કરતી છે તે તેમણે સમજવું જોઈશે.

આ પણ વાંચો…તારક મહેતા…માંથી હવે મિસિસ હાથી પણ બહારઃ જાણો અભિનેત્રીએ શું કહ્યું

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button