મનોરંજન

21 વર્ષ લાગ્યા આ ફિલ્મને બનતા, નિર્માતાએ ઘર-ગાડી વેચવાનો વારો આવ્યો અને આજે…

દર વર્ષે કેટલીય ફિલ્મો બને છે જેમાંથી કેટલીક ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થાય છે તો કેટલીક ફિલ્મો સુપરહિટ સાબિત થાય છે. કેટલીક ફિલ્મો દર્શકોના દિલમાં જગ્યા બનાવવામાં વર્ષો લાગી જાય છે. આવી જ એક નાના બજેટની ફિલ્મ, જેમાં કોઈ જાણીતો ચહેરો નહીં, સુપર સ્ટાર નહીં. બોક્સ ઓફિસ પર આ ફિલ્મ સફળ ના થઈ બાદમાં આ ફિલ્મને કલ્ટનો દરજ્જો આપવામાં આવ્યો. અમે જે ફિલ્મની વાત કરી રહ્યા છીએ એને બનવા માટે 21 વર્ષનો સમય લાગી ગયો.

નિર્માતાઓએ આ ફિલ્મ બનાવવાનો ઈનકાર કર્યો, જેમ તેમ ફિલ્મ બની ખરી પણ થિયેટરમાં ખાસ કંઈ ચાલી નહીં, પણ ઓટીટી પર આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ. આટલું વાંચીને હવે તમને પણ આ ફિલ્મ કઈ છે એ જાણવાની તાલાવેલી થઈ ગઈ ને? ચાલો વધારે સસ્પેન્સ ક્રિયેટ કર્યા વિના તમને જણાવીએ આ ફિલ્મ વિશે-

આ ફિલ્મનું નામ છે તુમ્બાડ. નાના બજેટની આ હોરર ફિલ્મની વાર્તા 20મી સદીના છુપાયેલાં ખજાનાની શોધની આસપાસ ફરે છે. પરંતુ શું તમને ખબર છે કે લેખક-નિર્દેશક રાહી અનિલ બર્વેએ તુમ્બાડનો પહેલો ડ્રાફ્ટ 1997માં લખ્યો હતો? આ ફિલ્મનું ટાઈટલ શ્રીપાદ નારાયણ પેંડસેની મરાઠી નવલકથા તુમ્બાડ ચે ખોટ પરથી લેવામાં આવ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ પર વિશ્વાસ કરીએ તો 2009-2010માં રાહીએ 700 પાનાનો સ્ટોરીબોર્ડ લખ્યો હતો.

આ ફિલ્મ 2008માં પહેલી વખત બનવાની શરૂ થઈ હતી અને ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકીને મુખ્ય ભૂમિકામાં લેવામાં આવ્યો હતો. અચાનક જ નિર્માતાએ ફિલ્મ બનાવવામાંથી પોતાનો હાથ પાછો ખેંચી લીધ અને ફિલ્મ ના બની શકી.

આપણ વાંચો: હોરર ફિલ્મ: ભય શત્રુ નહીં, ભેરુ

2012માં ફરી વખત તુમ્બાડ ફિલ્મ ફ્લોર પર આવી પણ સંપાદન સમયે અનિલને ફિલ્મથી સંતોષ થયો નહીં એટલે 2015માં ફરી ફિલ્મ લખી અને શૂટ કરી. અનિલ બર્વેના જણાવ્યા અનુસાર અનેક નિર્માતાઓએ આ ફિલ્મને સપોર્ટ કરવાનો ઈનકાર કર્યો, કારણ કે આ પહેલાં હિંદી ફિલ્મમાં આવું કંઈ નહોતું જોવા મળ્યું.

ફિલ્મને પાંચ વર્ષ અને ચાર મોન્સૂનમાં શૂટ કરવામાં આવી હતી અને એને કારણે ફિલ્મનું બજેટ ધાર્યા કરતાં ઘણું વધી ગયું. ફિલ્મના હીરો, નિર્માતાએ ફિલ્મ માટે પોતાનું ઘર અને કાર પણ વેચી દેવી પડી હતી.

એક ઈન્ટરવ્યુમાં સોહમે જણાવ્યું હતું કે ફિલ્મને પૂરું કરવા માટે તેમણે પોતાનું ઘર-ગાડી વેચી દીધી હતી. જ્યાં સુધી ફિલ્મ બની ત્યાં સુધી હું આર્થિક રીતે પાયમાલ થઈ ગયો હતો. સાત વર્ષમાં મારે મારો ફ્લેટ વેચવો પડ્યો, પછી બીજી પ્રોપર્ટી અને આખરે મારી કાર પણ વેચવી પડી. આનંદ એલ. રાયે ફિલ્મને પ્રોડ્યુસ કરી અને 2018માં ફિલ્મ રિલીઝ થઈ.

પાંચ કરોડ રૂપિયામાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 13 કરોડ રૂપિયા કમાયા. જોકે, ફિલ્મ જ્યારે ઓટીટી પર રીલિઝ થઈ ત્યારે તે સુપર હિટ સાબિત થઈ અને આજે છ વર્ષ બાદ ફરી એક વખત આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રી-રીલિઝ થઈ છે. જોઈએ હવે આ વખતે બોક્સ ઓફિસ પર ફિલ્મ કેવું પ્રદર્શન કરે છે?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button