અભિષેક બચ્ચનની ઈમોશનલ સ્પીચ બાદ ઐશ્વર્યા રાય બચ્ચનની First Post, માન્યો આભાર…

બચ્ચન પરિવારની ગણતરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પાવરફૂલ અને પ્રેસ્ટિજિયસ ફેમિલીમાં કરવામાં આવે છે અને હાલમાં જ અભિષેક બચ્ચનને તેના ફિલ્મી કરિયરનો પહેલો ફિલ્મફેયર એવોર્ડ મળ્યો હતો. જુનિયર બચ્ચનને 25 વર્ષનો સમય લાગ્યો હતો.
જુનિયર બચ્ચને એવોર્ડ મળ્યા બાદ ઈમોશનલ સ્પીચ પણ હતી અને હવે ઐશ્વર્યા રાય-બચ્ચને પણ પહેલી પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં તેણે કોઈનું પણ નામ લીધા વિના ખાસ વ્યક્તિનો આભાર માન્યો હતો. આવો જોઈએ કોણ છે આ વ્યક્તિ અને શું કહ્યું છે ઐશ્વર્યાએ-
અભિષેક બચ્ચન ફિલ્મ આઈ વોન્ટ ટુ ટોક માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો અને આ એવોર્ડ તેણે કાર્તિક આર્યન સાથે શેર કર્યો હતો. એવોર્ડ મળ્યા બાદ જુનિયર બચ્ચન ઈમોશનલ થઈ ગયો હતો અને તેણે એક ઈમોશનલ સ્પીચ પણ આપી હતી.
અભિષેકે પોતાની સ્પીચમાં જણાવ્યું હતું કે આ વર્ષે જ ઈન્ડસ્ટ્રીમાં મને 25 વર્ષ થયા અને મને યાદ નથી કે આ એવોર્ડ માટે મેં કેટલી વખત સ્પીચની પ્રેક્ટિસ કરી છે. હું ખૂબ જ ઈમોશનલ છું. ઐશ્વર્યા અને આરાધ્યા મને મારા સપના પાછળ ભાગવા દેવા માટે આભાર. તમારા સપોર્ટ માટે આભાગર મને આ એવોર્ડ સાથે જોઈને તમને વિશ્વાસ થશે કે તમારા બંનેનો ત્યાગ વેડફાયો નથી, નહીં તો હું અહીંયા સુધી પહોંચી જ ના શક્યો હોત.
જુનિયર બચ્ચનની આ ઈમોશનલ સ્પીચ બાદ હવે ઐશ્વર્યા રાય-બચ્ચને સોશિયલ મીડિયા પર પોતાની પહેલી પોસ્ટ શેર કરી છે. ઐશ્વર્યાની આ પોસ્ટ ચર્ચાનું કારણ બની છે. ઐશ્વર્યા હાલમાં જ પેરિસ ફેશન વીક-2025માં ભાગ લેવા માટે પહોંચી હતી. આ ફેશન વીકમાં તેણે મનિષ મલ્હોત્રા દ્વારા ડિઝાઈન કરવામાં આવેલો શાનદાર ઈન્ડિયન શેરવાનીથી ઈન્સ્પાયર્ડ બ્લેક આઉટફિટ પ સ્ટાઈલ કર્યો હતો.
ઐશ્વર્યાએ ઈવેન્ટના ફોટો પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યો હતો અને ફેશન ડિઝાઈનર મનિષ મલ્હોત્રાને ટેગ કરીને ઈમોજી શેર કર્યા હતા. એક્ટ્રેસે આ પોસ્ટને કોઈ કેપ્શન નથી આપ્યું બસ ઈમોજી શેર કર્યા છે. જેના પર ફેન્સ અને ફ્રેન્ડ, ફેમિલી કમેન્ટ અને લાઈટ કરી રહ્યા છે. બોલીવૂડ એક્ટ્રેસ ભૂમિ પેડણેકરે પણ આ ફોટો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે ક્વીન…