મનોરંજન

બોલીવૂડ એક્ટ્રેસ પર પણ આ રીતે ભારે પડી મા-દીકરી Isha Ambani-Nita Ambaniની જોડી?

ઈશા અંબાણી (Isha Ambani)ના સ્ટોર લોન્ચની ઈવેન્ટ હાલમાં ટોક ઓફ ધ ટાઉન બની ગઈ છે. સોશિયલ મીડિયા પર પણ આ જ ઈવેન્ટના ફોટો અને વીડિયો વાઈરલ થઈ રહ્યા છે. બોલીવૂડના અનેક સેલેબ્સ પણ આ ઈવેન્ટમાં હાજરી આપવા પહોંચ્યા હતા, પરંતુ આ બધા વચ્ચે નીતા અંબાણી (Nita Ambani)એ સૌથી વધુ લાઈમલાઈટ ચોરી લીધી હતી. આવો જોઈએ આખરે એવું તે શું ખાસ હતું મા-દીકરીની જોડીમાં ખાસ?

નીતા અંબાણી દીકરી ઈશા અંબાણીને સપોર્ટ કરવા માટે આ ઈવેન્ટમાં પહોંચ્યા હતા અને એ સમયે તેમનો લૂક તો ગોર્જિયસ હતો જ પણ સૌથી વધુ ધ્યાન કોઈએ ખેંચ્યું હોય તો તે નીતા અંબાણીએ પહેરેલું જેકેટ અને તેમણે હાથમાં પકડેલી યુનિક પર્સે. નીતા અંબાણીએ આ સમયે પોપકોર્નના પેકેટ જેવું પર્સ કેરીને ટોક ઓફ ધ ટાઉન બની ગયા હતા.

વાત કરીએ નીતા અંબાણીના જેકેટની તો નીતા અંબાણીએ આ સમયે શનેલ બ્રાન્ડનું જેકેટ પહેર્યું હતું અને આ જેકેટમાં તેઓ ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. વી નેકલાઈન અને બોર્ડર પર બ્લેક ડિટેઈલિંગ આ જેકેટને સુંદર લૂક આપી રહી હતી. વ્હાઈટ ટી-શર્ટ અને બ્લેક પેન્ટ સાથે આ જેકેટ ખૂબ જ સુંદર લાગી રહ્યું હતું. આ આઉટફિટ સાથે નીતા અંબાણીએ હૂપ્સ ઈયરરિંગ્સ અને પોપકોર્ન બેગ કેરી કરી હતી. નીતા અંબાણીના જેકેટની વાત કરીએ તો આ જેકેટની કિંમતમાં તમે એક બ્રાન્ડ ન્યુ કાર ખરીદી શકો છો. આ જેકેટની કિંમત 12,30,000 હજાર રૂપિયા હોવાનું કહેવાય છે તો તેમણે કેરી કરેલાં પોપકોર્ન બેગની કિંમત 5 લાખ રૂપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે.

નીતા અંબાણીના આ ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો : રાજસ્થાનમાં જુઓ ઈશા અંબાણીના સાસરિયાંની પૈતૃક હવેલી

ઈશા અંબાણીની વાત કરીએ તો ઈશા અંબાણીએ આ સમયે પર્પલ કલરના બ્લેઝર અને પેન્ટમાં એકદમ બ્યુટીફૂલ લાગી રહી હતી. ઈશાનો આ આઉટફિટ જ્યોર્જિયા અરમાની લેબલનો હતો અને હંમેશાની જેમ જ તેને સેલિબ્રિટી સ્ટાઈલિસ્ટ અનાઈતા શ્રોફે સ્ટાઈલ કર્યું હતું. આ આઉટફિટમાં ઈશા હેડ ટુ ટો એકદમ પરફેક્ટ લાગી રહી હતી, પરંતુ નીતા અંબાણીની જેમ ઈશાની હેન્ડ બેગે પણ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. ઈશા અંબાણીના હાથમાં આ સમયે સિલ્વર ક્રિસ્ટલ બો ક્લચ જોવા મળ્યો હતો. જ્યુડિથ લૈબેરના આ બેગની કિંમત આશરે 5,06,343 રૂપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે.

ભાઈ આ તો અંબાણી પરિવારનું મહિલા મંડળ છે એમના શોખ અને સ્ટાઈલની તે કંઈ વાત થતી હોય? તમે પણ વાઈરલ વીડિયો કે ફોટો ના જોયો હોય તો જોઈ જ લો…

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button