મનોરંજન

તો શું ઇશા અંબાણી IVF દ્વારા જન્મી હતી!


પ્રખ્યાત ઉધ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીની એક માત્ર દીકરી ઇશા અંબાણી હંમેશા પોતાના વિચારો ખુલ્લેઆમ વ્યક્ત કરતી હોય છે. તાજેતરમાં જ તેણે એક ઇન્ટરવ્યુમાં IVF (ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન) વિશે પોતાના વિચારો મુક્ત મને વ્યક્ત કર્યા હતા. હકીકતમા ઇશા અંબાણીએ પણ માતા નીતા અંબાણીની જેમ બાળકોને જન્મ આપવા માટે IVFનો વિકલ્પ પસંદ કર્યો હતો, જેના પર તેણે ખુલીને વાત કરી હતી.

ઇશાએ કહ્યું હતું કે, મેં પણ મારી માતાની જેમ જ IVF દ્વારા ગર્ભ ધારણ કર્યો છે. જ્યારે તમે તેમાંથી પસાર થઈ રહ્યા હો ત્યારે તે એક મુશ્કેલ પ્રક્રિયા હોય છે, તે મારી માટે પણ એક મુશ્કેલ મુસાફરી હતી, કારણ કે તેમાં શારીરિક રીતે પરેશાની પણ થતી હતી, પરંતુ આનાથી કોઈએ અલગ કે શરમ અનુભવવી જોઈએ નહીં.

પોતાની IVF જર્ની શેર કરતી વખતે ઈશાએ કહ્યું કે આ વિષય પર ખુલીને વાત કરવી જોઈએ. તે માને છે કે આપણે તેના વિશે જેટલી વધુ વાત કરીશું, તેટલું જ આપણે તેને સામાન્ય અને સરળ બનાવીશું. તેણે કહ્યું, “જો આજે દુનિયામાં આધુનિક ટેક્નોલોજી છે, તો શા માટે તેનો ઉપયોગ બાળકો પેદા કરવા માટે ન કરો? તે એવી વસ્તુ હોવી જોઈએ જેના વિશે તમે ઉત્સાહિત હોવ, એવી કોઈ વસ્તુ નહીં કે જેને તમારે છુપાવવી પડે. જ્યારે સ્ત્રી IVF ટ્રીટમેન્ટમાંથી પસાર થય છે, ત્યારે તેને શારીરિક અને માનસિક બંને રીતે સપોર્ટ અને સમર્થનની જરૂર હોય છે.

ઈશાએ એમ પણ કહ્યું હતું કે જ્યારે તે આ IVF ટ્રીટમેન્ટમાંથી પસાર થઈ ત્યારે તેને લાગ્યું કે તેની માતા સાથે તેનો સંબંધ વધુ મજબૂત બન્યો છે કારણ કે નીતા અંબાણીએ પણ IVF ટ્રીટમેન્ટથી જ ઈશા અને આકાશ અંબાણીને જન્મ આપ્યો હતો. “મારા માતા-પિતાએ લગ્નના 7 વર્ષ પછી અમને જન્મ આપ્યો. હું અને મારા જોડિયો ભાઇ આકાશ IVF બાળકો છીએ, એમ ઇશાએ જણાવ્યું હતું. ઇશાએ તેના પતિ આનંદ પીરામલ તરફથી મળેલા સમર્થન માટે પણ તેમનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે જ્યારે તે બિઝી હોય ત્યારે આનંદ બાળકોના ડાયપર બદલી નાખે છે અને તેમને ખવડાવે પણ છે.

| Also Read: બોલિવૂડના પ્રોડ્યુસર વાશુ ભગનાની ફિલ્મ ક્રૂને પૈસા નથી ચૂકવી રહ્યા! આ ડાયરેક્ટરે કર્યો દાવો

પોતાની જર્ની શેર કરીને ઈશાએ એવી મહિલાઓને પ્રોત્સાહિત કરી છે જેઓ કોઈ કારણસર કે સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે સામાન્ય રીતે ગર્ભ ધારણ કરી શકતી નથી. IVF નો ઉપયોગ વિવિધ કારણોસર થઈ શકે છે, જેમાં અવરોધિત ફેલોપિયન ટ્યુબ, પુરૂષ વંધ્યત્વ, ઓવ્યુલેશન ડિસઓર્ડર અથવા અસ્પષ્ટ વંધ્યત્વનો સમાવેશ થાય છે, અને ઘણા લોકોને ગર્ભાવસ્થા પ્રાપ્ત કરવામાં અને માતાપિતા બનવામાં મદદ કરી છે.

આપણા દેશમાં જ્યાં IVF ને હજુ પણ વર્જિત ‘ટેબૂ’ માનવામાં આવે છે અને જે મહિલાઓ IVF ટ્રીટમેન્ટ લે છે, તેઓ પણ તેને ગુપ્ત રાખે છે, એવા સમયે ઇશા અંબાણીની આ વિષય પર મુક્ત વાતો ખરે જ પ્રશંસાને પાત્ર છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button