મનોરંજન

ચમકીલા ડ્રેસમાં મોર્ડન પ્રિન્સેસ લાગી Isha Ambani, હેન્ડબેગ પર લખાવ્યા આ બે ખાસ નામ…

મુકેશ અંબાણી અને નીતા અંબાણી (Nita Ambani)ની લાડકવાયી ઈશા અંબાણી (Isha Ambani) રિયલ લાઈફમાં એકદમ રાજકુમારી જેવું જીવન જીવે છે અને હોય પણ કેમ નહીં ભાઈસાબ પપ્પા દુનિયાના અમીર બિઝનેસમેનમાંથી એક છે. મમ્મી નીતાની જેમ જેમ જ ઈશા અંબાણીની ફેશન સેન્સ પણ કમાલની છે અને એકથી ચઢિયાતા એક ફેશનેબલ આઉટફિટ્સથી તે લાઈમલાઈટ લૂંટી લેતી હોય છે. ટ્રેડિશનલ હોય કે વેસ્ટર્ન દરેક આઉટફિટ્સમાં ઈશા કમાલમની લાગે છે.

હાલમાં જ ઈશા અંબાણીએ મુગલોની મિનિએચર પેઈન્ટિંગથી ઈન્સ્પાયર્ડ ગ્રીન લાઈમ ડ્રેસ પહેરીને લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું અને હવે ફરી એક વખત ઈશાએ પોતાનો મોર્ડન અવતાર દેખાડીને લોકોના દિલ જિતી લીધા હતા, પરંતુ સૌથી વધુ ચર્ચા થઈ રહી છે તેના હાથમાં જોવા મળેલી હેન્ડબેગની. આ હેન્ડબેગ પર ઈશાએ ક્રિસ્ટલથી તેના જીવનના સૌથી ખાસ એવા બે વ્યક્તિઓના નામ લખાવ્યા છે. આવો જોઈએ કોણ છે આ બે ખાસ વ્યક્તિ…

ચમકીલા બ્લેક કલરના આઉટફિટમાં ઈશા પ્રિન્સેસ જેવી લાગી રહી હતી અને તેનો આઉટફિટ જેટલો સુંદર હતો એટલી જ સુંદર હેન્ડબેગ તેણે કેરી કરી હતી. આ હેન્ડબેગ હર્મિસ કેલી બ્રાન્ડની હતી. આ ઈવેન્ટ માટે ઈશાએ સ્ટુડિયો મૂનરે બ્રાન્ડ સિક્વન્સ આઉટફિટ પહેર્યો હતો, જેમાં ઓફ શોલ્ડર ક્રોપટોપ અને મેચિંગ બોડીકોન સ્કર્ટ હતો.

સ્ટ્રેપલેસ ફિટેડે કોરસેટ તેને ગ્લેમરસ લૂક આપી રહ્યો હતો. ઈશાએ આ સાથે મેનોલો બ્લોહિંક પમ્પ હિલ્સ, ડાયમંડ રિંગ, હેન્ડ કફ અને સ્ટેટમેન્ટ ઈયરરિંગ્સ સાથે પેર અપ કર્યા હતા. પરંતુ સૌથી વધુ ધ્યાન કોઈએ ખેંચ્યુ હશે તો તે બ્લેક મિની ક્રોકોડાઈલ હેન્ડ બેગે. આ બેગ પર ઈશાએ પોતાના જોડિયા બાળકો આદિયા અને કૃષ્ણાનું નામ લખાવ્યું છે. આદિયા અને કૃષ્ણાના નામ ક્રિસ્ટલથી લખવામાં આવ્યા હતા જેને કારણે તે ઉડીને આંખે વળગી રહ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button