Mukesh Ambani-Nita Ambaniની લાડકવાયી Isha Ambaniએ પહેર્યો આટલો સસ્તો આઉટફિટ, કિંમત જાણશો તો…

અંબાણી પરિવાર (Ambani Family)માં અનંત અંબાણી–રાધિકા મર્ચન્ટના લગ્ન (Anant Ambani-Radhika Merchant Wedding)ની તાડામાર તૈયારીઓ ચાલી રહી છે. પરંતુ એ પહેલાં ગઈકાલે અંબાણી પરિવારે એક સમુહ લગ્ન કરાવ્યા હતા અને આ સમુહ લગ્નમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણી (Mukesh Ambani-Nita Ambani)એ કન્યાદાન કરીને નવદંપતિઓને આશિર્વાદ આપ્યા હતા.
અંબાણી પરિવારને ત્યાં કાર્યક્રમ હોય અને તેમણે પહેરેલા કપડાં લાઈમલાઈટમાં ના આવે તો જ નવાઈ. દર વખતની જેમ આ વખતે પણ પરિવારની લાડકવાયી દીકરી ઈશા અંબાણી (Isha Ambani)એ એકદમ સિમ્પલ પણ ગ્રેસફૂલ સૂટ પહેરીને તો જમાઈ આનંદ પિરામલે પણ પોતાની અદ્ભૂત ફેશનસેન્સનો પરિચય આપીને લાઈમલાઈટ ચોરી લીધી હતી.

ઈશાનો આ સિમ્પલ પણ એલિગન્ટ આઉટફિટે તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવ્યા હતા. ખુલ્લા વાળ, કુંદનના ઈયરરિંગ્સ, ગોલ્ડન બેંગલ અને મિનિમલ મેકઅપથી ઈશાએ પોતાનો લૂક કમ્પલિટ કર્યો હતો. પરંતુ આપણે અહીં વાત કરવાના છીએ ઈશાના આઉટફિટની કિંમત વિશે.
આ પન વાચો : Film કરતાં પહેલાં આ કામ કરતી હતી Bachchan Familyની Female Member…
ઈશાનો આ ડિઝાઈનર સૂટ ફેશન ડિઝાઈનર રિમ્પલ એન્ડ હરપ્રિત (Rimple & Harpreet)ના કલેક્શનમાંથી હતો. ઓફિશિયલ વેબસાઈટ પર આ સૂટનું નામ મસ્ટર્ડ જોર્જેટ કુર્તા સલવા અને દુપટ્ટા (Mustard Georgette Kurta With Salwar Ans Dupatta) છે. આ સૂટને હાથથી બનાવવામાં આવ્યો છે અને એમાં અલગ અલગ દોરા, સિક્વેન્સ, જરી વગેરેનું કામ કરવામાં આવ્યું છે.

ઈશાએ સમુહ લગ્નમાં પહેરેલા આ આઉટફિટની કિંમત માત્ર 95,000 રૂપિયા હોવાનો દાવો એક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. અંબાણી પરિવારના લેડિઝ ક્લબની વાત કરીએ તો ઈશા હંમેશા કોઈ પણ ઈવેન્ટમાં સિમ્પલ અને સોબર લૂક કેરી કરીને પણ પોતાની મમ્મી નીતા અને બંને ભાભીઓ શ્લોકા મહેતા અને રાધિકા મર્ચન્ટને કાંટે કી ટક્કર આપતી જોવા મળે છે..