ઈશા અંબાણી અને આનંદ પિરામલનો ડાન્સ જોઈને બદલાઈ ગયા મુકેશ અંબાણીના હાવભાવ, વીડિયો થયો વાઈરલ… | મુંબઈ સમાચાર
મનોરંજન

ઈશા અંબાણી અને આનંદ પિરામલનો ડાન્સ જોઈને બદલાઈ ગયા મુકેશ અંબાણીના હાવભાવ, વીડિયો થયો વાઈરલ…

અંબાણી પરિવારની ગણતરી દુનિયાના ધનવાર પરિવારમાં કરવામાં આવે છે અને સતત આ પરિવાર કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. પરિવારના તમામ સભ્યોના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં હોય છે. આવો જ એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમાં અંબાણી પરિવારની લાડકવાયી ઈશા અંબાણી (Isha Ambani) પતિ આનંદ પિરામલ (Anand Piramal)સાથે ડાન્સ કરતી જોવા મળે છે અને આ ડાન્સ જોઈને મુકેશ અંબાણી (Mukesh Ambani)ના એક્સપ્રેશન એકદમથી બદલાઈ જાય છે. ચાલો જોઈએ એવું તે શું કર્યું ઈશા અને આનંદે-

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે એ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના સંગીત સેરેમનીનો છે. આ વીડિયોમાં ઈશા અંબાણીએ પતિ આનંદ પિરામલ સાથે રોમેન્ટિક ડાન્સ કરતી જોવા મળે છે. બંનેના ડાન્સમાં એક મોમેન્ટ એવી પણ આવી કે જ્યારે ઈશાને આનંદે ખોળામાં ઉઠાવી લીધી હતી અને આ સમયે તેમના એક્સપ્રેશન ખૂબ જ રોમેન્ટિક હતા. બંનેનો આ ડાન્સ જોઈને નીતા અંબાણી અને મુકેશ અંબાણી ખુશીથી ઝૂમી ઉઠે છે.

આ પણ વાંચો: Viral Video: એક્ઝિબિશનમાં સુંદર આઉટફિટ સાથે ગળામાં આ શું પહેરીને પહોંચી Isha Ambani?

વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં એવું પણ જોવા મળે છે કે પર્ફોર્મન્સ પૂરું થતાં જ નીતા અંબાણી અને મુકેશ અંબાણીએ જમાઈ અને દીકરીના ડાન્સ પર જોરજોરથી તાળીઓ પાડી હતી. મુકેશ અંબાણી અને નીતા અંબાણી ઈશા તેમ જ અનંદની કેમેસ્ટ્રી જોઈને એકદમ રાજીના રેડ થઈ ગયા હતા અને સતત તેમના ચહેરા પર સ્માઈલ જોવા મળી રહી હતી.

આ વીડિયો ભલે જૂનો હોય પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ તૂફાન વાઈરલ થઈ રહ્યો છે. નેટિઝન્સ આ વીડિયો પર અલગ અલગ રિએક્શન આપી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું હતું કે વાહ શું વાત છે, બંને એકબીજા માટે પરપેક્ટ છે. બીજા એક યુઝરે લખ્યું હતું કે તમારા જેવું કોઈ નથી. આટલા વૈભવ છતાં પણ તમે પોતાના સંસ્કાર છોડ્યા નથી. ત્રીજા એક યુઝરે લખ્યું હતું કે ખૂબ જ સુંદર છે આ વીડિયો. ઈશા જેટલી સુંદર છે એટલી દિલની સારી છે.

આ પણ વાંચો: Radhika Merchant-Nita Ambaniએ કર્યું ઈશા અંબાણીને ઈગ્નોર? વીડિયો થયો વાઈરલ…

અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ ઈશા અંબાણી માતા નીતા અંબાણી સાથે એક જાણીતી બ્રાન્ડના શોરૂમના ઉદ્ઘાટન પર પહોંચી હતી અને આ સમયે પણ તેણે પોતાના આઉટફિટ અને જ્વેલરીથી લાઈમલાઈટ લૂંટી લીધી હતી. આ ઈવેન્ટના ફોટો અને વીડિયો વાઈરલ થયા હતા.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button