મનોરંજન

એન્ટિલિયામાં યોજાયેલા વેલકમ ડિનરમાં ઈશા અંબાણી-આનંદ પિરામલનો ક્લાસી અને મોર્ડન લુક…

દેશ અને દુનિયાના ધનવાન ઉદ્યોગપતિઓમાંથી એક એવા મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ઘરે ગઈકાલની રાત ખૂબ જ ખાસ રહી હતી અને હોય પણ કેમ નહીં કારણ પણ એવું જ ખાસ હતું. વાત જાણે એમ છે કે એન્ટિલિયા ખાતે ગઈકાલે દુનિયાના જાણીતા લોસ એન્જલસ કાઉન્ટી મ્યુઝિયમ ઓફ આર્ટના બોર્ડ મેમ્બર્સ માટે વેલકમ ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, આ ડિનરમાં આવેલા વિદેશી મહેમાનો કરતાં ડિનર હોસ્ટ કરનારા ઈશા અંબાણી અને આનંદ પિરામલની ખૂબ જ ચર્ચામાં થઈ રહી છે. આવો જોઈએ શું છે ખાસ આ વીડિયોમાં અને તેમના લૂકમાં…

ઈશા અંબાણી અને આનંદ પિરામલે ખૂબ જ દિલથી આ વિદેશી મહેમાનોનું સ્વાગત કર્યું હતું, જેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. જોકે, જ્યાં એક તરફ ચર્ચા આ ડિનર નાઈટની તરફ થઈ રહી છે ત્યાં બીજી બાજું આનંદ અને ઈશાના લૂકની પણ એટલા જ જોરશોરથી ચર્ચા થઈ રહી છે.

આ શાનદાર પાર્ટીમાં ઈશા અંબાણી અને આનંદ પિરામલે પોતાની સ્ટાઈલ અને એલિગન્સથી લાઈમલાઈટ ચોરી લીધી હતી. વાત કરીએ ઈશાના લૂકની તો આ સમયે ઈશા અંબાણીએ મોર્ડન, સ્લિક અને ક્લાસી અવતારમાં જોવા મળી હતી. આ સમયે તેણે હેવી આઉટફિટને બદલે એક સિમ્પલ સ્ટાઈલિશ બેજ કો-ઓર્ડ સેટની પસંદગી કરી હતી.

ઈશા અંબાણી ક્લાસી લૂક
ઈશાના સ્લીવલેસ બોડી ફિટ ટોપની રેપ ડિટેઈલિંગ અને સાઈડ બટન ડિઝાઈન આ આઉટફિટને ખાસ બનાવી રહ્યા હતા. આ સાથે તેણે મેટિંગ ટ્રાઉઝર્સ સ્ટાઈલ કરીને લૂકને એક મોર્ડન ટચ આપ્યો હતો. પોતાને લૂકને મિનીમલ રાખતા ઈશાએ માત્ર ડાયમંડ સ્ટડ ઈયરરિંગ્સ પહેર્યાં હતા અને હેર સ્ટાઈલમાં સ્લીક બન બનાવ્યો હતો. બ્લેક હિલ્સથી ઈશાએ પોતાના લૂકને કમ્પલિટ કર્યો હતો.

ડેશિંગ અને હેન્ડસમ આનંદ પિરામલ
આનંદ પિરામલની વાત કરીએ આનંદ પણ આ સમયે ખૂબ જ ડેશિંગ અને હેન્ડસમ દેખાયો હતો. આ સમયે તેણે બ્લ્યુ વેલવેટનો બ્લેઝર અને બ્લેક ટ્રાઉઝર પહેર્યો હતો. બંને પતિ-પત્નીનો આ લક ઈવેન્ટમાં રોયલ અને સોફિસ્ટિકેટેડ વાઈબ આપી રહ્યું હતું. આ ડિનર પાર્ટીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.

ફેન્સ આ વીડિયો પર લાઈક અને કમેન્ટ કરીને વહાલ વરસાવી રહ્યા છે. ફેન્સને બંનેની કેમેસ્ટ્રી અને ક્લાસી સ્ટાઈલ ખૂબ જ પસંદ આવી રહી છે. બંનેની જોડી પણ લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. તમે પણ આ વાઈરલ વીડિયો કે ફોટો ના જોયા હોય તો અત્યારે જ જોઈ લો…

આ પણ વાંચો…નીતા અંબાણીને આ ખાસ નામથી બોલાવે છે જમાઈ આનંદ પિરામલ, વીડિયો થયો વાઈરલ…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button