શું રણવીરની ફિલ્મ સાથે ક્લેશ કલેક્શથી ડર્યા પ્રભાસ? ધ રાજા સાબની ફરી એક વખત રિલીઝ ડેટ પોસ્ટપોન | મુંબઈ સમાચાર
મનોરંજન

શું રણવીરની ફિલ્મ સાથે ક્લેશ કલેક્શથી ડર્યા પ્રભાસ? ધ રાજા સાબની ફરી એક વખત રિલીઝ ડેટ પોસ્ટપોન

મુંબઈ: બાહુબલી ફિલ્મથી ફેમસ થનારા પ્રભાસની ફિલ્મોની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. આ વચ્ચે તેની આગામી ફિલ્મ ધ રાજા સાબની રિલીઝ ડેટ પાછળ જવાથી ચાહકોને આશ્ચર્યમાં મૂક્યા છે. ઉલ્લેખનીય છે કે રણવીર સિંહની ધુરંધર પણ બોક્સ ઓફિસ પર રિલીઝ થવાની છે. જે ધ રાજા સાબની રિલીઝ ડેટ પાછળ જવાનુ સૌથી મોટું કારણ માનવામાં આવે છે. એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે બંને ફિલ્મના કલેક્શન ક્લેશ ન થાય તે માટે રિલીઝ ડેટ પોસ્ટપોન થઈ છે.

‘ધ રાજા સાબ’ એક તેલુગુ હોરર-કોમેડી ફિલ્મ છે, જેનું દિગ્દર્શન મારુતિએ કર્યું છે. આ ફિલ્મ પહેલા 10 એપ્રિલે રિલીઝ થવાની હતી, પરંતુ તે સ્થગિત થઈ. તાજેતરમાં એક ટ્રીઝર સાથે 5 ડિસેમ્બર, 2025ની રિલીઝ તારીખ જાહેર થઈ, પરંતુ રણવીર સિંહની ‘ધુરંધર’ પણ એ જ દિવસે રિલીઝ થવાની હોવાથી, હવે મેકર્સએ ‘ધ રાજા સાબ’ને 9 જાન્યુઆરી, 2026ના પોંગલ સુધી મુલતવી ચર્ચાએ જોર પકડ્યું છે.

આપણ વાંચો:  લગ્નની હિંટ બાદ Salman Khan નો ચોંકાવનારો ખુલાસો? આ એક્ટ્રેસને માને છે પોતાની પત્ની…

‘ધ રાજા સાબ’માં પ્રભાસ સાથે સંજય દત્ત, નિધિ અગ્રવાલ, માલવિકા મોહનન અને રિદ્ધિ કુમાર છે. ફિલ્મના પોસ્ટર્સમાં પ્રભાસનું ડબલ રોલમાં હોવાનું જોવા મળી રહ્યું છે, જે ચાહકોમાં ઉત્સાહ વધારે છે. રિપોર્ટ્સ અનુસાર, નિર્માતાઓએ પોંગલની રજાઓનો લાભ લેવા અને રણવીરની ફિલ્મ સાથેના ક્લેશ ક્લેશન ટાળવા માટે આ નિર્ણય લીધો છે. જોકે, નિર્માતાઓએ હજુ સત્તાવાર જાહેરાત કરી નથી.

રણવીર સિંહની ‘ધુરંધર’નું ફર્સ્ટ લૂક તાજેતરમાં રિલીઝ થયું, જેમાં તેમનો ખૂંખાર અંદાજ લોકોને પસંદ પડ્યો હતો. આદિત્ય ધર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં સંજય દત્ત, અક્ષય ખન્ના, આર. માધવન અને અર્જુન રામપાલ પણ છે. 5 ડિસેમ્બરે રિલીઝ થનારી આ ફિલ્મનો ક્રેશ ચાહકોમાં અત્યારથી જ જોવા મળી રહ્યો છે, જેના કારણે પ્રભાસની ફિલ્મની તારીખ બદલાઈ હોવાનું મનાય છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button