હુમા કુરેશીએ કોની સાથે કરી સગાઈ, જાણો હકીકત | મુંબઈ સમાચાર
મનોરંજન

હુમા કુરેશીએ કોની સાથે કરી સગાઈ, જાણો હકીકત

મુંબઈ: બોલીવુડની અભિનેત્રી હુમા કુરેશી અંગે એક રસપ્રદ સમાચાર ચર્ચામાં આવ્યા છે. હુમા કુરેશી સોશિયલ મીડિયા અને સમાચારોની હેડલાઈન બનવાનું મુખ્ય કારણ છે તેની સગાઈ. જોકે, હજુ સુધી આ વાતની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ તેમના નજીકના સૂત્રોના સોશિયલ મીડિયા પોસ્ટના આધારે આ દાવો કરવામાં આવી રહ્યો છે.

હુમા કુરેશી હંમેશાથી પોતાની અંગત જીવનને લઈને ખૂબ જ ખાનગી રહી છે, પરંતુ લાંબા સમયથી એવી ચર્ચા છે કે તે તેના એક્ટિંગ કોચ રચિત સિંહને ડેટ કરી રહી છે.

આપણ વાંચો: હુમા કુરેશીના ભાઈની હત્યા મુદ્દે પોલીસે કર્યો નવો ખુલાસો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર હુમા અને રચિતના એક નજીકના મિત્રએ આ સગાઈનો ખુલાસો કર્યો છે. આ મિત્રએ તેમના સોશિયલ મીડિયા પર આ કપલનો એક સુંદર ફોટો શેર કર્યો, જેમાં તેઓ એકસાથે ખુશ દેખાઈ રહ્યા હતા.

આ ફોટો સાથે તેણે કેપ્શનમાં લખ્યું, “હુમા, સ્વર્ગનો એક નાનકડો ભાગ મેળવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.” આ પોસ્ટ પછી આ સમાચાર વાયુવેગે ફેલાઈ ગયા છે. રચિત અને હુમાને અવારનવાર એકસાથે જોવા મળ્યા હતા. ગયા વર્ષે સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકબાલના લગ્નના ફંક્શનમાં પણ આ બંને સાથે જોવા મળ્યા હતા. આ ઘટના તેમના સંબંધોની વાતને વધુ મજબૂત બનાવે છે.

આપણ વાંચો: દિલ્લીમાં અભિનેત્રી હુમા કુરેશીના ભાઈની હત્યા, પાર્કિંગ બાબતે થયો હતો વિવાદ

કોણ છે રચિત સિંહ?

રચિત સિંહ એક જાણીતા એક્ટિંગ કોચ છે. તેણે અનેક મોટા સ્ટાર્સને ટ્રેનિંગ આપી છે, જેમાં આલિયા ભટ્ટ, રણવીર સિંહ, વરુણ ધવન, વિક્કી કૌશલ, અનુષ્કા શર્મા અને સૈફ અલી ખાન જેવા દિગ્ગજ કલાકારોના નામનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, તાજેતરમાં તેમને ‘કર્મા કોલિંગ’ નામની વેબ સિરીઝમાં અભિનય કરતા પણ જોવા મળ્યા હતા, જેમાં તેમણે વેદાંત નામના પાત્રની ભૂમિકા ભજવી હતી. રવીના ટંડન અને વરુણ સૂદ સાથેની આ સિરીઝમાં તેના અભિનયના દર્શકોએ ખૂબ વખાણ કર્યા હતા.

રચિત સાથેના સંબંધ પહેલાં, હુમા કુરેશીનું નામ ડિરેક્ટર અને રાઇટર મુદસ્સર અઝીઝ સાથે જોડાયું હતું. બંનેએ ત્રણ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા, પરંતુ 2022માં તેમનો સંબંધ પૂરો થયો અને તેઓ અલગ થઈની વાત અહેવાલો દ્વારા જાણવા મળી છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button