મનોરંજન

મંગલ બેલા આઈઃ દીકરીના લગ્ન પ્રસંગે આમિર-રીનાનું ઘર ફૂલો અને રોશનીથી ચમક્યું, આ તારીખે ગ્રાન્ડ રિસેપ્શન

નવી દિલ્હીઃ આમિર ખાન અને રીના દત્તાની દીકરી ઈરા ખાન 3 જાન્યુઆરીએ એટલે કે આવતીકાલે લગ્નના બંધે બંધાઈ રહી છે. સ્વાભાવિક રીતે શુભ દિવસો આવ્યા છે ત્યારે માતા-પિતાના ઘરે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આમિર અને રીનાના મુંબઈના ઘરને ફૂલો અને લાઈટોથી સજાવ્યું છે. એક વીડિયોમાં આમિરના ઘરના બે માળ લાઈટ્સથી સુંદર રીતે સજાવવામાં આવેલા જોવા મળે છે. તેમની પ્રથમ પત્ની રીનાના ઘરને પણ ફૂલો અને રોશનીથી શણગારવામાં આવ્યું હતું કારણ કે પરિવારે લગ્ન પહેલાની વિધિઓ શરૂ કરી છે.

આયરાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેની પ્રી-વેડિંગ સેરેમનીની ઝલક શેર કરી છે. અગાઉ તેમણે મહારાષ્ટ્રીયન સમાજમાં યોજવામા આવતા કેલવન પ્રસંગે પણ પાર્ટી રાખી હતી. જેમાં તેમના પરિવારના સભ્યો અને મિત્રોએ ભાગ લીધો હતો. તેણે એક વીડિયો પોસ્ટ કર્યો જેમાં આમિરની પૂર્વ પત્ની કિરણ રાવ અને તેના પુત્ર આઝાદ રાવ ખાન સહિત તમામ મહેમાનો ડિનર લેતા જોવા મળ્યા હતા. જોકે આમિર દેખાતો નહોતો.


આયરા અને ફિટનેસ ટ્રેનર નુપુર શિખરેએ ગયા વર્ષની શરૂઆતમાં સગાઈ કરી હતી. નુપુરે સપ્ટેમ્બરમાં ઈરાને પ્રપોઝ કર્યું હતું. તેણે ઈન્સ્ટાગ્રામ પર પ્રસ્તાવનો એક વીડિયો શેર કર્યો હતો.

મીડિયા રિપોર્ટસ અનુસાર આવતીકાલે ખૂબ જ ઓછા લોકોની હાજરીમાં તેમના શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન યોજાશે. આ પ્રસંગે ખૂબ જ ઓછા લોકોની હાજરી હશે, પરંતુ આમિર ઈન્ડસ્ટ્રીના લોકો અને અન્ય મિત્રો માટે ગ્રાન્ડ રિસેપ્શન યોજવાની પણ તૈયારી કરી રહ્યો છે. જે મુંબઈ ખાતે લગભગ 10મી જાન્યુઆરીએ યોજાશે. આ રિસેપ્શનમાં ઈન્ડસ્ટ્રીના મોટા ચહેરાઓ સહિત રાજકારણીઓ પણ બાગ લે તેમ જાણવા મળ્યું છે. આમિરે ફિલ્મ ક્યામત સે ક્યામત તક રીલિઝ થયા પહેલા નાનપણની મિત્ર રીના સાથે લગ્ન કરી લીધા હતા. બન્નેને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે. હેપ્પી કપલ તરીકે જાણીતા બન્નેએ છૂટાછેડા લેવાની વાત બધાની સામે રાખી ત્યારે ઘમા ચોંકી ગયા હતા. જોકે દંપત્તીએ ખૂબ જ પરિપક્વતાપૂર્વક એકબીજાથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. તે બાદ આમિર કિરણ રાવને પરણ્યો અને હવે તે બન્ને પણ અલગ થયા છે. જોકે લગ્ન પ્રસંગે તમામની હાજરી જોવા મળે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button