મનોરંજન

વ્હાઈટ વેડિંગ ગાઉનમાં પરી જેવી લાગી રહી હતી આમિર ખાનની દીકરી ઈરા ખાન…

બોલીવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની દીકરી ઈરા ખાને તેનાં લોન્ગટાઈમ બોયફ્રેન્ડ નુપૂર શિખરે સાથે ગઈકાલે ઉદયપુરમાં લગ્ન કરી લીધા હતા અને આ દરમિયાન ઈરા અને નૂપુર એકબીજાનો હાથ થામીને જીવનભર સાથે રહેવાના વચનો આપ્યા હતા.

છેલ્લાં કેટલાક સમયથી આમિર ખાનની આ લાડલીના લગ્નના ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે અને આ હાઈપ્રોફાઈલ લગ્નના ફોટો જોઈને ફેન્સની ખુશીનો પાર નથી રહ્યો. ઈરાએ કોર્ટ મેરેજ બાદ નૂપુર શિખરે સાથે ક્રિશ્ચિયન વેડિંગ કરી હતી અને વ્હાઈટ રંગના ગાઉનમાં ઈરા એકદમ એન્જલ જેવી લાગી રહી છે.


અત્રે ઉલ્લેખનીય છે કે ત્રીજી જાન્યુઆરીના ઈરા અને નુપૂરે કોર્ટ મેરેડ કરપ્યા હતા અને હવે ઉદયપુરમાં બંને જણે વિધિવત રીતે લગ્ન ક્યા હતા. દરમિયાન સંગીત અને હલદી બંને ઈવેન્ટમાં ઈરાનો લૂક સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે. પરિવારના નજીક લોકોએ આ લગ્નમાં ખૂબ જ ધમાવ કરી હતી.


ગઈકાલે ક્રિશ્ચિયન વેડિંગના જે ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે એમાં વ્હાઈટ વેડિંગ ગાઉનમાં ઈરા ખૂબ જ સુંદર લાગી રહી છે તો સૂટ બૂટમાં પોતાની માતા સાથે આવેલો નુપૂર પણ એકદમ પ્રિન્સચાર્મિંગ લાગી રહ્યો છે. બંને જણે પોતાના મિત્રોને ફ્લાઈંગ કિસ આપી હતી. એક ફોટોમાં આમિર પોતાની લાડકવાયી ઈરાના વેડિંગ આઉટફિટનો દુપટ્ટો ઠીક કરતો જોવા મળી રહ્યો છે. આ સિવાય આખી સેરેમનીમાં આમિર ખાનની પહેલી પત્ની રીના દત્ત પણ સાથેને સાથે જોવા મળી હતી.

લાડકી દીકરી ઈરાની વિદાય પર પિતા આમિર ખાન ભાવુક થઈને રડી પડ્યો હતો એવો વીડિયો પણ ગઈકાલે સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થયો હતો. ઉદયપુરમાં વેડિંગ બાદ હવે આવતીકાલે એટલે કે 13મી જાન્યુઆરીના મુંબઈમાં ગ્રાન્ડ રિસેપ્શન પણ યોજાશે, જેમાં બોલીવૂડના નામી હસ્તીઓ હાજરી આપશે, એવું કહેવાઈ રહ્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Kuno National Park Celebrates Mothers Among Magnificent Mammals રાહુનો મીન રાશિમાં પ્રવેશ કઈ રાશિને ફળશે Bollywood Beauties Captivate as Enchanting Tawaifs Unlock the Power of Tulsi on Akshay Tritiya: Simple Remedies for Abundance & Wellbeing