IPL 2024મનોરંજન

કોલકત્તા-લખનઊની મેચ માટે શાહરુખને જોઈને લોકોના ઉડ્યા હોશ……

કોલકાતાઃ સુપર સ્ટાર શાહરૂખ ખાન IPL દરમિયાન પોતાની ટીમ કોલકત્તા નાઈટ રાઈડર્સ માટે ચિયર કરતા રહે છે. તેઓ અવારનવાર સમય કાઢીને IPL ની પોતાની ટીમની મેચ જોવા પણ જતા હોય છે IPLની વર્તમાન સિઝનમાં પણ તેઓ પોતાના ટીમ મેમ્બર્સનો ઉત્સાહ વધારવા કોલકાતા પહોંચી ગયા છે. KKRની આગામી મેચ લખનઊ સુપર જાયન્ટ્સ સામે છે. આ મેચ આજે સાંજે કોલકત્તામાં એડન ગાર્ડનમાં રમાશે. આ મેચ જોવા માટે અને પોતાની ટીમના ઉત્સાહમાં વધારો કરવા માટે શાહરુખ ખાન પણ કોલકાતા પહોંચી ગયો છે.

ALSO READ: લગ્નમાં પહોંચેલા શાહરુખ ખાન જોઈ વરરાજાને ભૂલી ગઈ દુલ્હન અને વીડિયો થયો વાઇરલ

શાહરૂખ ખાન આજે પોતાની ટીમ KKRની મેચ જોવા માટે કોલકાતા આવ્યા છે, પણ ના, તેઓ એકલા નથી આવ્યા. તેમની સાથે તેમની પુત્રી સુહાના ખાન અને પુત્ર અબરામ ખાન પણ મેચ જોવા પહોંચી ગયા છે. હાલમાં તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. કોલકાતા એરપોર્ટ પર શાહરૂખ અને સુહાના તથા અબરામ ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે બહાર નીકળતા જોવા મળી રહ્યા છે. શાહરૂખ ખાનના એક ફેન દ્વારા આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે.

આ વીડિયો કોલકાતા એરપોર્ટનો છે. એરપોર્ટની બહાર નીકળતી વખતે શઆહરૂખ અને તેના સંતાનોની સિક્યોરિટી જોઇને લોકો દંગ રહી ગયા હતા. શેર કરવામાં આવેલા વીડિયોમાં શાહરૂખની દીકરી સુહાના પહેલા એરપોર્ટની બહાર જતી જોવા મળે છે. તેની પાછળ શાહરૂખ અને અબરામ પણ એરપોર્ટની બહાર નીકળે છે. તેમની સાથે શાહરૂખની મેનેજર પૂજા દદલાની પણ જોવા મળી હતી.

આ પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાયેલી મેચમાં પણ શાહરૂખે હાજરી આપી હતી અને પોતાની ટીમને ચિઅર્સ કરતો જોવા મળ્યો હતો. વિશાખાપટ્ટનમમાં દિલ્હી કેપિટલ્સ અને KKR વચ્ચેની મેચમાં પણ શાહરૂખે વિશાખાપટ્ટનમ પહોંચી ટીમને પ્રોત્સાહિત કરી હતી. આ મેચમાં KKR જીતી ગયું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button