Happy Friendship day: આજે મિત્રો સાથે મળી જૂઓ બોલીવૂડની આ ફિલ્મો, અમુક હસાવશે તો અમુક રડાવી પણ જશે | મુંબઈ સમાચાર

Happy Friendship day: આજે મિત્રો સાથે મળી જૂઓ બોલીવૂડની આ ફિલ્મો, અમુક હસાવશે તો અમુક રડાવી પણ જશે

ઈન્ટરનેશનલ ફ્રેન્ડશિપ ડે એટલે પ્રેમ, વિશ્વાસ અને સાથનો અનોખો ઉત્સવ, જે દરેકના જીવનમાં ખાસ મહત્વ ધરાવે છે. મિત્રો જીવનની સફરના એવા સાથી હોય છે, જે સુખ અને દુ:ખના સાથી બની હાસ્ય અને હિંમત આપે. આમતો મિત્રતાની જેટલી મિસાલ આપીએ તેટલી ઓછી પડે. કેમકે મિત્ર એ હોય જેની સાથે લોહીના નહીં પણ દિલના સંબંધ હોય. મિત્રતા એક જ એવો સંબંધ છે જેને ધર્મ, જ્ઞાતિ, ઉંમર કોઈ પણ બંધન નડતા નથી.

બોલીવૂડે પણ આવા ખાટા મીઠા સંબંધની ભવનાઓને ઉજાગર કરતી ઘણી ફિલ્મો બનાવી છે. જે દાયકો વિત્યા છતા આપણ દિલમાં જીવંત રહી છે. આવો જાણીએ એવી આઇકોનિક ફિલ્મોની વાતો, જેણે મિત્રતાના બંધનને યાદગાર બનાવ્યું છે.

‘શોલે’માં જય અને વીરૂની દોસ્તી બોલીવૂડની સૌથી યાદગાર જોડીઓમાંથી એક છે, જેમનો “યે દોસ્તી હમ નહીં તોડેંગે” ગીત આજે પણ ચાહકોના દિલોમાં વસે છે. આ ફિલ્મમાં મિત્રતામાં બલિદાન અને વફાદારીની ભાવના દર્શવવામાં આવી છે. જ્યારે બીજી બાજુ દોસ્તી ફિલ્મ એ બે મિત્રોની ભાવનાત્મક કહાની છે, જેમાં બે મિત્રને નસીબથી મળેલી ખોટને એક બીજાના સાથ હિંમતથી પરીપૂર્ણ બનાવે છે. આ ફિલ્મો મિત્રતાની ઊંડાઈ અને તેની શક્તિને ઉજાગર કરે છે.

‘ઝિંદગી ના મિલેગી દોબારા’માં ત્રણ મિત્રોની સફર દ્વારા જીવન, પ્રેમ અને મિત્રતાના મહત્વને રજૂ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં મિત્રોની રમૂજ, ઝઘડા અને એકબીજા માટેનો પ્રેમ દર્શાવાયો છે. તેવી જ રીતે, ‘3 ઇડિયટ્સ’માં રેન્ચો, ફરહાન અને રાજુની દોસ્તી કૉલેજની પળોને યાદગાર બનાવે છે, જેમાં તેઓ એકબીજાના સપનાંને સાકાર કરવામાં મદદ કરે છે. આ ફિલ્મો આધુનિક સમયની મિત્રતાને ખૂબસૂરત રીતે દર્શાવે છે.

જ્યારે ‘કાય પો છે’, ‘યારિયાં’, ‘ક્રૂ’, ‘છીછોરે’, ‘દિલ ચાહતા હૈ’, ‘સોનૂ કે ટીટૂ કી સ્વીટી’ અને ‘બિલ્લુ’ જેવી ફિલ્મો મિત્રતાના વિવિધ રંગો રજૂ કરે છે. ‘કાય પો છે’ અને ‘દિલ ચાહતા હૈ’માં યુવાનોની દોસ્તીની મસ્તી અને ઝઘડા જોવા મળે છે, જ્યારે ‘છીછોરે’માં કૉલેજના મિત્રોની ભાવનાત્મક સફર દર્શાવાય છે. ‘સોનૂ કે ટીટૂ કી સ્વીટી’માં રમૂજ સાથે મિત્રતાની વફાદારી દેખાય છે, અને ‘બિલ્લુ’માં એક સામાન્ય માણસ અને સુપરસ્ટાર વચ્ચેની દોસ્તીની ભાવનાત્મક વાર્તા રજૂ થાય છે. આ ફિલ્મો મિત્રતા દિવસે દરેકને પોતાના મિત્રોની યાદ અપાવે છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button