મનોરંજન

Homebound for Oscars: જહાનવી કપૂરની આ અજાણી ફિલ્મ ભારત તરફથી ઓસ્કાર માટે જશે

ભારતમાં ફિલ્મો સારી બને તે માત્ર જરૂરી નથી, પરંતુ તે દર્શકો સુધી પહોંચે તે પણ જરૂરી છે. કેટલી નવાઈની વાત કહેવાય કે જે ફિલ્મ ઓસ્કાર માટે સિલેક્ટ કરવામાં આવી છે, તેના વિશે સરેરાશ ભારતીય દર્શકને ખબર જ નથી.

ઓસ્કાર એકેડમી અવોર્ડ 2026 માટે ભારત તરફથી હિન્દી ફિલ્મ હોમબાઉન્ડને સિલેક્ટ કરવામાં આવી છે. આ વિશે વાત કરતા સિલેક્શન કમિટીના ચેરમેન એન. ચંદ્રાએ કોલકાત્તા ખાતે પ્રેમ કોન્ફરન્સમાં વાત કરતા જણાવ્યું હતું કે અલગ અલગ ભાષાની 24 ફિલ્મને ચકાસ્યા બાદ હૉમબાઉન્ડને સિલેક્ટ કરવામાં આવી છે. એવી ઘણી ફિલ્મો છે જેણે લોકોના જીવનને સ્પર્શ કર્યો છે, પરંતુ અમારે એક જ સિલેક્ટ કરવાની હોય છે, આથી આ ખૂબ જ કઠિન કામ હતું. સિલેક્શન કમિટીમાં 12 મેમ્બરની ટીમ છે, જેમાં ફિલ્મ નિર્માતા, લેખક, એડિટર્સ, નિર્દેશક વગેરેનો સમાવેસ થાય છે.

જ્હાનવી કપૂર સિવાય આ સ્ટાર્સ પણ છે ફિલ્મમાં

નિરજ ઘાયવાન દ્વારા નિર્દશિત આ ફિલ્મમાં જ્હાનવી કપૂર, ઈશાન ખટ્ટર અને વિશાલ જેઠવા છે. એક જ ગામમાં રહેતા બે મિત્રોની આ વાત છે જેઓ પોલીસ જોબ મેળવવાના સપના જૂએ છે કારણ કે જે સન્માનથી તેઓ જીવવા માગે છે, તે તેમને આ જૉબ અપાવી શકે છે.

આ ફિલ્મ મામલે જ્હાનવી કપૂરે કહ્યું કે આ ફિલ્મ જ્યારે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં બતાવાય અને અમે લોકોને આ ફિલ્મ માણતા જોય ત્યારે અમને થયું કે આ ફિલ્મથી આપણે માણસ તરીકે વધારે સંવેદનશીલ બની શકીશું. આ ફિલ્મ કરતા કંઈક અલગ અનુભવ છે. વિશાલ જેઠવાએ પણ જણાવ્યું કે જ્યારે ફિલ્મ શરૂ કરી ત્યારે તેની સાથે એટલો કનેક્ટ નહોતો થઈ શક્યો, પણ પછીથી રિયલાઈઝ થયું કે આવી ફિલ્મો કોઈને ગમે કે ન ગમે તે માટે નથી બનતી.

ગયા વર્ષે આ ફિલ્મ નહતી લાવી ઓસ્કાર

ગયા વર્ષે ભારતે ઓસ્કાર માટે કિરણ રાવની ફિલ્મ લાપત્તા લેડીઝને ઓફિશિયલ એન્ટ્રી આપી હતી. નાનકડા ગામડાની બે યુવાન છોકરીઓના જીવન સાથે જોડાયેલી આ ફિલ્મે ભારતમાં માઉથ પબ્લિસિટીથી સારો પ્રતિસાદ મેળવ્યો હતો. આ હળવી શૈલીમાં બતાવાયેલી ફિલ્મ ઓસ્કાર જીતી શકી ન હતી.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button