અશ્લીલ કોમેડી વિશે FIR નોંધાતા રણવીર અલાહાબાદિયાએ માગી માફી
![Ranvir Allahabadia apologises after controversial comment on parents](/wp-content/uploads/2025/02/Ranveer-Allahabadia.webp)
મુંબઇઃ સમય રૈનાનો કોમેડી શૉ ‘ઇન્ડિયા ગોટ લેટન્ટ’ સામે વિવાદ વધી રહ્યો છે. આ શૉ તેના અશ્લીલ કોમેડી અને દ્વિઅર્થી જૉક્સ માટે જાણીતો છે. તેના શૉમાં ગેસ્ટતરીકે પહોંચેલા મશહૂર હોસ્ટ અને યુટ્યુબર રણવીર અલાહાબાદિયાએ એવી વિવાદાસ્પદ કમેન્ટ કરી હતી કે લોકો એના પર ભડકી ગયા હતા. રણવીરે પેરેન્ટ્સની ઇન્ટિમેટ લાઇફ પર એડલ્ટ કમેન્ટ કરીને વિવાદ છંછેડી દીધો છે. હિંદુ આઇટી સેલે પણ તેની સામે ફરિયાદ દાખલ કરી છે અન તેની સામે કાર્યવાહી કરવાની માગ કરી છે. મહારાષ્ટ્રના સીએમ ફડણવીસે પણ આ મામલે નિવેદન આપ્યુ છે. હ્યુમન રાઇટ કમિશને પણ આ ઘટનાની નોંધ લીધી છે. વિવાદ વધતો જોઇને રણવીરે તેની અશ્લીલ કોમેડી માટે જાહેર માફી માગી લીધી છે. આપણે આ સમગ્ર પ્રકરણ વિશે જાણીએ.
‘ઇન્ડિયા ગોટ લેટન્ટ’ એ સમય રૈનાનો એક કોમેડી શૉ છે, જેનું ખારના એક સ્ટુડિયોમાં શૂટિંગ કરવામાં આવે છે. આ શૉના નવા એપ્સોડમાં યુટ્યુબર રણવીર અલાહાબાદિયા અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અપૂર્વા મખીજા આવ્યા હતા. આ શૉમાં રણવીરે પેરેન્ટ્સની ઇન્ટિમેટ લાઇફ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરતા લોકો ભડકી ગયા હતા અન ેસોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરવા લાગ્યા હતા. વિવાદ એટલો બધી વધી ગયો કે રાજ્યના મુખ્ય પ્રધાને સુદ્ધા આ ઘટનાની નોંધ લીધી હતી.
આ મુદ્દે સીએમ ફડણવીસે જણાવ્યું હતું કે તેમણે હજી સુધી આ એપિસોડ જોયો નથી. વાત ખોટી રીતે કહેવામાં આવી છે.
બધાને વાણી સ્વાતંત્ર્ય છે, પણ જ્યારે આપણે બીજાની સ્વતંત્રતા પર તરાપ મારીએ ત્યારે આપણી સ્વતંત્રતા સમાપ્ત થઇ જાય છે. સમાજના કેટલાક નિયમો હોય છે, તેનું ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી થવી જ જોઇએ.
આ પણ વાંચો : ભાઇજાને ભત્રીજાને રિલેશનશીપ અને બ્રેકઅપ પર શું સલાહ આપી
હવે એવી માહિતી મળી છે કે આ મામલે લોકોની ઉગ્ર પ્રતિક્રિયા આવતા રણવીર અલાહાબાદિયાએ માફી માગી લીધી છે. તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને લખ્યું છે કે મેં જે ક્હ્યું તે મારે નહોતું કહેવું જોઇતું. મારી ટિપ્પણી ખોટી હતી અને રમુજી પણ નહોતી. મને માફ કરશો. કોમેડી મારો ગુણ નથી. હું માફી માગુ છું.
રણવીરે શોના વીડિયોના એ વિવાદાસ્પદ ભાગને દૂર કરવાની નિર્માતાઓને વિનંતી કરી છે, જેમાં તેણે પેરેન્ટ્સ વિશે અશ્લીલ ટિપ્પણી કરી છે.