Indian Idolની સ્પર્ધક સાથે બની વિચિત્ર ઘટના, પસંદગી બાદ દેખાડ્યો બહારનો રસ્તો…

જ્યારે અનુષાએ આનું કારણ પૂછ્યું ત્યારે તેને કહેવામાં આવ્યું કે આ નિર્ણય ચેનલ દ્વારા લેવામાં આવ્યો છે. તમે પહેલા પણ ઓડિશન આપી ચૂક્યા છો, તેથી તમને ડ્રોપ કરવામાં આવી રહ્યા છે. અનુષા આનાથી દુઃખી થઈ ગઈ. વીડિયોમાં, તેણીએ કહ્યું કે ગયા વર્ષના ઓડિશન પછી, હું આ વર્ષે ફરીથી ઇન્ડિયન આઇડોલ 16 માટે ઓડિશન આપવા માટે ગઈ. પરંતુ ટીવી રાઉન્ડ માટે રિહર્સલ શરૂ થાય તેના એક દિવસ પહેલા જ ચેનલ દ્વારા મને દૂર કરવામાં આવી. કારણ કે હું ગયા વર્ષે ટીવી પર આવી ચુકી હતી. કેટલું વિચિત્ર છે ને?
અનુષાએ આગળ કહ્યું, “હું જૂઠું નહીં બોલીશ, તે ચોક્કસપણે દુઃખદાયક હતું. હું આ વિડિઓમાં ખુશ દેખાઈ રહી છું, પરંતુ તે સમયે, મારું હૃદય તૂટી ગયું હતું. પણ સાચું કહું તો, ગયા વર્ષના રિજેક્શને મને ઘણું શીખવ્યું. જો કોઈ અન્ય સ્પર્ધક આ વિડીયો જોઈ રહ્યો હોય અને આવું જ કંઈક અનુભવી રહ્યો હોય, તો યાદ રાખો – તમે એકલા નથી. દરેક ‘ના’ તમને આગળ વધવા માટે તૈયાર કરે છે.’
આ પણ વાંચો : Indian Idolનો હિસ્સો રહેલા આ જાણીતા સિંગરને અમદાવાદ જતા થયો અકસ્માત, હાલત ગંભીર…
જોકે અનુષા તેને ખૂબ જ હળવાશથી લે છે, પરંતુ આવી સ્થિતિમાં નિર્માતાઓ અને રિયાલિટી શોના નિયમો અંગે એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. 15મી સીઝનના ઓડિશનમાં અનુષાને રિજેક્ટ કરવામાં આવી હતી અને ૧૬મી સીઝનમાં તેની પસંદગી કરવામાં આવી હતી. પરંતુ આ કારણ આપીને, તેને પ્રવેશ આપીને છેલ્લી ઘડીએ કાઢી મુકવામાં આવી.
એવા ઘણા કિસ્સાઓ બન્યા છે જ્યાં સ્પર્ધકોએ રિયાલિટી શોમાં પ્રવેશ મેળવવા માટે દર વર્ષે ઓડિશન આપ્યું હોય. તો અહીં અનુષાનો વાંક શું હતો? શું તેણીનો ઓડિશન વીડિયો વાયરલ થવાને કારણે તેને સ્ટેજ પ્રેક્ટિસ રાઉન્ડ પહેલા જ બહાર કરી દેવામાં આવી હતી? જો હા, તો આ નિયમો ક્યારે અને કેવી રીતે બનાવવામાં આવ્યા અને તેનો આધાર શું છે?
આ પણ વાંચો : Indian Idol 14 Winner: કાનપુરના વૈભવ ગુપ્તાએ જીત્યો ઇન્ડિયન આઇડલ 14નો ખિતાબ, ટ્રોફીની સાથે મળ્યા આટલા ઈનામ
અનુષાને ઈન્ડિયન આઈડલમાં તક ન મળી હોવા છતાં, તે સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ ક્રિએશનનું પણ કામ કરે છે. તેણીને ઇન્સ્ટાગ્રામ પર 66.9 હજાર લોકો ફોલો કરે છે. તે ઈરાની છે પણ તેનો જન્મ ભારતમાં થયો હતો. અનુષા જણાવે છે કે તે ઘણી ભાષાઓમાં ગીતો ગાઈ શકે છે.



