મનોરંજન

ભારતીય મૂળની ચંદ્રિકા ટંડનએ Grammy એવોર્ડ જીત્યો; બિઝનેસમાં પણ મેળવી છે મોટી સફળતાઓ…

લોસ એન્જલસ: આજ યુએસના લોસ એન્જલસમાં 67મા ગ્રેમી એવોર્ડ્સનો સમરોહ યોજાયો (67th Grammy award) હતો, આ સમારોહમાં ભારતીયો ગૌરવપૂર્ણ ક્ષણ સર્જાઈ હતી. ભારતીય મૂળની અમેરિકન બિઝનેસ વુમન અને સંગીતકાર ચંદ્રિકા ટંડનને (Chandrika Tandon) ગ્રેમી એવોર્ડ્ જીત્યો છે, તેમના આલ્બમ ‘ત્રિવેણી’ ને ‘બેસ્ટ ન્યૂ એજ, એમ્બિયન્ટ ઓર ચાન્ટ આલ્બમ’ ગ્રેમી એવોર્ડ્સ આપવામાં આવ્યો.

Also read : ટોપલેસ ફોટોશૂટ વખતે મમતા કુલકર્ણી હતી ફક્ત આટલા જ વર્ષની…

‘ત્રિવેણી’ આલ્બમ વિષે:

Spotify

‘ત્રિવેણી’ આલ્બમમાં ભારતના પ્રાચીન મંત્રોને દુનિયાના અન્ય દેશના સંગીત સાથે મિક્સ કરવામાં આવ્યા છે. આ આલ્બમમાં સાત ટ્રેક છે જે સાંભળનારને આધ્યાત્મિક સફર પર લઈ જાય છે. ત્રણ નદીઓના સંગમના નામ પરથી પરથી આ આલ્બમને ‘ત્રિવેણી’ નામ આપવામાં આવ્યું છે. ચંદ્રિકા ટંડને દક્ષિણ આફ્રિકાના વાંસળીવાદક વાઉટર કેલરમેન અને જાપાની સેલિસ્ટ ઇરુ માત્સુમોટો સાથે મળીને આ આલ્બમ તૈયાર કર્યો છે.

સખત કોમ્પિટિશન:
ચંદ્રિકાને ‘બેસ્ટ ન્યૂ એજ, એમ્બિયન્ટ અથવા ચાન્ટ આલ્બમ’ કેટેગરી સખત કોમ્પિટિશન મળી હતી. રિકી કેજ (બ્રેક ઓફ ડોન), ર્યુઇચી સાકામોટો (ઓપસ), અનુષ્કા શંકર (ચેપ્ટર II: હાઉ ડાર્ક ઇટ ઇઝ બિફોર ડોન) અને રાધિકા વેકરિયા (વોરિયર્સ ઓફ લાઈટ) ને પણ નોમિનેશન મળ્યું હતું. ચંદ્રિકાએ તેની ટીમ સાથે આ ગ્રેમી એવોર્ડ જીત્યો.

એવોર્ડ જીત્યા બાદ શું કહ્યું?
એવોર્ડ જીત્યા બાદ ચંદ્રિકાએ કહ્યું, ‘સંગીત એ પ્રેમ છે, સંગીત આપણા બધાની અંદરનો પ્રકાશ જાગૃત કરે છે.’ સંગીત આપણા મુશ્કેલ દિવસોમાં પણ આનંદ અને હાસ્ય ફેલાવે છે.’

ચંદ્રિકાએ કહ્યું આ કેટેગરીમાં બધા અદ્ભુત સંગીતકારોને નોમિનેશન મળ્યું હતું. આ એવોર્ડ જીતવો એ અમારા માટે આ ખૂબ જ ખાસ છે. સંગીત બનાવનારાઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. અમારા ચાહકોના સમર્થન વિના અમે અહીં સુધી પહોંચી શક્યા ન હોત. આ સફરમાં હું ઘણા અદ્ભુત સંગીતકારોને મળી છું.

કોણ ચંદ્રિકા?
ચંદ્રિકા ટંડન ઉદ્યોગપતિ અને પેપ્સિકોના ભૂતપૂર્વ ચેરમેન ઇન્દ્રા નૂયીની મોટી બહેન છે, તેમનું પૂરું નામ ચંદ્રિકા કૃષ્ણમૂર્તિ ટંડન છે. ચંદ્રિકાનો જન્મ ચેન્નાઈના એક મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. ચંદ્રિકાએ મદ્રાસ ક્રિશ્ચિયન કોલેજમાં અભ્યાસ કર્યો. ચંદ્રિકા ટંડને ખ્યાતનામ મેનેજમેન્ટ સંસ્થા IIM અમદાવાદમાંથી માસ્ટર્સ ડિગ્રી મેળવી છે.

ઇન્દ્રા નૂયીએ 12 વર્ષ સુધી પેપ્સિકોના સીઈઓ તરીકે કામ કર્યું અને વિશ્વની 50 સૌથી શક્તિશાળી બિઝનેસ મહિલાઓમાંની એક બની, જ્યારે ચંદિકા ટંડન પ્રખ્યાત મેનેજમેન્ટ કન્સલ્ટિંગ ફર્મ મેકકિન્સીમાં પ્રથમ ભારતીય-અમેરિકન મહિલા ભાગીદાર બની. આ સાથે, તેમણે ન્યૂ યોર્કમાં ટંડન કેપિટલ એસોસિએટ્સ ફર્મ પણ શરૂ કરી.

Also read : OMG, આ કારણે Amitabh Bachchanએ કર્યા હતા Jaya Bachchan સાથે લગ્ન, ખુદ કર્યો ખુલાસો…

ચંદ્રિકા અને ઇન્દ્ર બાળપણથી જ સંગીતમય વાતાવરણમાં મોટા થયા હતા. કર્ણાટકી સંગીત, સામવેદનું શિક્ષણ, વૈદિક મંત્રોનું પઠન તેમના ઉછેર સાથે જોડાયેલા રહ્યા. ચંદ્રિકાએ શાસ્ત્રીય ગાયિકા શુભ્રા ગુહા અને ગાયક ગિરીશ વજલવાર પાસેથી સંગીત શીખ્યું છે. સૌપ્રથમ વર્ષ 2010 માં, તેમના આલ્બમ ‘ઓમ નમો નારાયણ: સોલ કોલ’ ને પણ ગ્રેમી એવોર્ડ માટે નોમિનેશન આપવામાં આવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button