આ બાબતમાં દીપિકા પદૂકોણ, બિપાશા બાસુને પાછળ મૂકી દીધી રીતિક રોશનની Lady Loveએ…

સિદ્ધાર્થ આનંદની ફિલ્મ ફાઈટરને લઈને ફેન્સમાં ખૂબ જ ઉત્સુકતા જોવા મળી રહી છે. પઠાનની સફળતા બાદ નિર્દેશક રીતિક રોશન, દીપિકા પદૂકોણ અને અનિલ કપૂર સ્ટારર એરિયલ એક્શન ફિલ્મ લઈને આવ્યા છે. આ ફિલ્મ 25મી જાન્યુઆરીના એટલે કે ગઈકાલે થિયેટરમાં રિલીઝ થઈ ગઈ છે. મેકર્સ દ્વારા ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે મુંબઈમાં ખાસ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ સમયે રીતિક રોશનની ગર્લફ્રેન્ડે બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું.
રીતિક રોશનની ગર્લફ્રેન્ડ સબા આઝાદ હંમેશા કોઈને કોઈ કારણસર લાઈમલાઈટમાં રહેતી હોય છે અને ફિલ્મની સ્ક્રીનિંગ પણ તેણે લાઈમલાઈટ ચોરી લીધી હતી. એટલું જ નહીં તેણે પોતાના લૂકથી બિપાશા બાસુ, ફિલ્મની લીડ એક્ટ્રેસ દીપિકા પદૂકોણને પણ પાછળ મૂકી દીધી હતી. આવો જોઈએ એવું તે શું પહેરીને પહોંચી હતી સબા આઝાદ…
સબા આઝાદ સ્ક્રિનિંગમાં બ્લેક કલરનો ડ્રેસ પહેર્યો હતો અને તેણે માથામાં એક ફૂલ લગાવીને મહેફિલ લૂટી લીધી હતી. જ્યારે રીતિક રોશને મિલિટ્રી ગ્રીન કલરનો ટ્રાઉઝર, ગ્રીન ટી-શર્ટ અને એની સાથે બેજ કલરનો જેકેટ પહેર્યું હતું.
આ સિવાય ફિલ્મની લીડ એક્ટ્રેસ દીપિકા પદૂકોણ બેજ કલરની પેન્ટ, વ્હાઈટ શર્ટ અને બેજ કલરના હાફ સ્લીવ્ઝના સ્વેટર પહેર્યું હતું. જ્યારે ફિલ્મની બીજી એક્ટ્રેસ સંજીદા શેખ સ્ક્રીનિંગમાં બ્લેક કલરનો આઉટફિટ પહેરીને પહોંચી હતી.
ફિલ્મના સ્ક્રીનિંગમાં હાજરી પહોંચેલા કરણ સિંહ ગ્રોવર પત્ની બિપાશા બાસુ સાથે પહોંચ્યો હતો. બંને ફૂલ બ્લેક આઉટફિટમાં પહોંચ્યા હતા. કરણે બ્લેક પેન્ટ અને મેચિંગ બ્લેઝર પહેર્યું હતું તો બિપાશાએ બ્લેક કલરની શોર્ટ ડ્રેસની સાથે મેચિંગ જેકેર કેરી કર્યું હતું
બધાના લૂકની વાત થઈ રહી હોય ત્યારે અનિલ કપૂરના લૂકની વાત ના થાય એ તો કેમ ચાલે? અનિલ કપૂર પણ બેજ કલરની પેન્ટ અને જેકેટ સાથે વ્હાઈટ ટીશર્ટ પહેરીને પહોંચ્યા હતા.
સ્ક્રિનિંગ પહોંચેલા તમામ સેલેબ્સના લૂક એકથી એક ચઢિયાતા કહી શકાય એવા હતા, પણ આ બધામાં સબા આઝાદની વાત જ એકદમ અલગ હતી, ભાઈસાબ…