TMKOCના Missing Actor સોઢીના કેસમાં Bank Accountને લઈને આવી મહત્વની માહિતી…

Tarak Mehta Ka Ooltaah Chashmah ફેમ Actor Gurucharan Singhને લઈને મહત્ત્વની માહિતી સામે આવી રહી છે. સીરિયલમાં રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવીને લોકપ્રિયતા મેળવનાર અભિનેતા 15 દિવસ કરતાં વધુ સમયથી ગૂમ છે અને પોલીસે આ કેસમાં ચોંકાવનારી માહિતી આપી છે. પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આર્થિક ભીંસમાં આવી ગયેલાં ગુરુચરણના 10 બેંક એકાઉન્ટ હતા.
સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ગુરુચરણ સિંહના 10 બેંક એકાઉન્ટ હતા અને તેઓ ખૂબ જ મોટા પ્રમાણમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ પણ કરતાં હતા. દિલ્હી પોલીસની તપાસનું કોઈ નક્કર માહિતી સામે ન આવી હોવા છતાં પણ તેમના સ્પેશિયલ સેલે આ બાબતે તપાસ શરૂ કરી દીધી છે.
એક રિપોર્ટ અનુસાર એક્ટરની આર્થિક સ્થિતિ કંઈ ખાસ સારી ન હોવા છતાં પણ તેના નામે 10-10 બેંક એકાઉન્ટ હતા. તેમ જ અભિનેતા અવારનવાર પોતાના ક્રેડિટ કાર્ડનો પણ છૂટથી ઉપયોગ કરતો હતો. નબળી આર્થિક સ્થિતિને પહોંચી વળવા માટે અભિનેતા એક ક્રેડિટ કાર્ડમાંથી પૈસા ઉપાડીને બીજા ક્રેડિડ કાર્ડ્સના બિલ ભરતાં હતા. એક્ટરના છેલ્લાં બેન્ક ટ્રાન્ઝેક્શનની વાત કરીએ તો ગુરુચરણ સિંહે એટીએમમાંથી છેલ્લે 14,000 રૂપિયાની રકમ ઉપાડી હતી અને ત્યાર બાદથી ન તો તેના કોઈ સમાચાર મળ્યા છે કે ન તો તેના એકાઉન્ટમાં એક્ટિવિટી જોવા મળી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુરચરણ સિંહ તેના માતા-પિતાને મળવા દિલ્હી ખાતે આવ્યો હતો અને ત્યાંથી તે 22મી એપ્રિલના મુંબઈ આવવા માટે નિકળવાનો હતો. તેણે આ અંગેની જાણ પોતાની મુંબઈ ખાતે રહેતી એક ફ્રેન્ડને પણ કરી હતી. પરંતુ બાદમાં મળેલી માહિતી અનુસાર ગુરુચરણ સિંહે ફ્લાઈટમાં બોર્ડિંગ કર્યું જ નહોતું અને તે આસપાસના જ પરિસરમાં એક પછી એક ઓટો બદલતો હોવાની માહિતી સીસીટીવી ફૂટેજમાંથી મળી હતી.