ફિલ્મરસિયાઓને રજનીકાંત અને યશની નહીં પણ આ બોલીવૂડ સ્ટારની ફિલ્મ જોવાની રહેશે તાલાવેલી
વર્ષ 2024 પૂરું થયું અને નવા વર્ષ 2025ના 15 દિવસ પણ પસાર થઈ ગયા. 2024માં છેલ્લે રિલિઝ થયેલી સાઉથ સ્ટારની ફિલ્મ પુષ્પા-2 ધ રૂલે રાજ કર્યું અને બોલીવૂડે કુલ રૂ. 1000 કરોડ જેટલો નેટ નફો કર્યો, તેમ અહેવાલો કહે છે. હવે લોકોને નવા વર્ષમાં રિલિઝ થનારી ફિલ્મો પાસેથી ઘણી અપેક્ષા છે. આ મહિને રજૂ થેયલી રામચરણની ગેમ ચેન્જરે સૌને નિરાશ કર્યા છે અને હવે અજય દેવગન, શાહિદ કપૂર અને અક્ષય કુમાર સહિતના સ્ટાર લોકોને મનોરંજન પિરસવા કતારમાં છે. આ સાથે સાઉથના સુપરસ્ટાર રજનીકાંત અને યશ પણ આ વર્ષે થિયેટરોમાં દસ્તક આપશે, પરંતુ લોકોને જેની ફિલ્મોની સૌથી વધારે પ્રતીક્ષા છે તે સ્ટારનું નામ તમે જાણશો ત્યારે તેમને તેનું સ્ટારડમ સમજાશે.
આ પણ વાંચો: Sikandar Teaser: ફિલ્મ સિકંદરનું ટીઝર રિલીઝ , સલમાન ખાન એક્શન સિનમાં જોવા મળ્યો
આ સ્ટારની ફિલ્મો આમ તો એક ખાસ તહેવારના દિવસે જ રિલિઝ થાય છે અને દર વર્ષે તેની એકાદ ફિલ્મ હોય છે, પરંતુ ગયા વર્ષમાં તેની એકપણ ફિલ્મ આવી નથી. આ વર્ષે તેની ફિલ્મ રિલિઝ થશે અને તેનું ટીઝર પણ લૉંચ થઈ ગયું છે. યેસ તમે બરાબર જ સમજ્યા. વાત થાય છે બોલીવૂડના ભાઈજાન સલમાન ખાનની ફિલ્મ સિકંદરની. IMDbની રેંકિંગમાં સલમાનની ફિલ્મ મોસ્ટ અવેટેડ ફિલ્મની કેટેગરીમાં પહેલા નંબરે છે. બીજા નંબરે યશની ફિલ્મ ટૉક્સિક છે.
સલમાનની આ ફિલ્મનું ટીઝર લોકોને ખૂબ જ ગમ્યું છે. આ ફિલ્મ સાથે બીીજ પણ એક ખાસ વાત જોડાયેલી છે. આ ફિલ્મ મુરુગાદૉસ ડિરેક્ટ કરી રહ્યા છે. તમને આ નામ અજાણ્યું લાગતું હોય તો જણાવી દઈએ કે 17 વર્ષ પહેલા આમિર ખાનની સુપરહીટ ફિલ્મ ગજની આવી હતી. ત્યારબાદ મુરુગાદૉસે હિન્દી ફિલ્મ ડિરેક્ટ કરી નથી, હવે સલમાનની સિકંદર લઈને આવ્યા છે.
આ ફિલ્મમાં રશ્મિકા મંદાના, સરમન જોશી, પ્રતીક બબ્બર, કાજલ અગ્રવાલ , સત્યરાજ પણ છે.
સલમાનને એક સુપરહીટ ફિલ્મની જરૂર છે. લગભગ 400 કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મ લગભગ માર્ચ મહિનામાં રિલિઝ થશે, હજુ તેની ડેટ આવી નથી, પણ દર્શકો તેની કાગડોળે રાહ જોઈ રહ્યા છે અને તે જ જણાવે છે કે સલમાન ખાનનું સ્ટારડમ હજુ ઝાંખું પડ્યું નથી.