મનોરંજન

આ ફિલ્મની ટીઝરને આટલા વ્યુ મળે છે તો ફિલ્મ રીલિઝ થશે ત્યારે…

પુષ્પા 2નું ટીઝર અલ્લુ અર્જુનના જન્મદિવસ પર એટલે કે 8 એપ્રિલ, 2024ના રોજ રિલીઝ થયુ હતું. ત્યારથી અત્યાર સુધી આ ટીઝર યુટ્યુબ પર ટ્રેન્ડ કરી રહ્યું છે. ફિલ્મના ટીઝરમાં અલ્લુ અર્જુન પગમાં ઘુંઘરુ, કાનમાં બુટ્ટી અને વાદળી સાડી પહેરેલો જોવા મળે છે.

સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ પુષ્પા 2 રિલીઝ માટે તૈયાર છે. દર્શકોમાં આ ફિલ્મ માટે પહેલેથી જ ઘણો ક્રેઝ છે. પુષ્પા 2ના નિર્માતાઓએ તાજેતરમાં જ યુટ્યુબ પર ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું છે. અલ્લુ અર્જુનની આગામી ફિલ્મના ટીઝરને દર્શકો તરફથી જબરો પ્રેમ મળી રહ્યો છે. તમને માનવામાં નહી આવે પણ પુષ્પા 2ના આ ટીઝરને યુટ્યુબ પર છેલ્લા 138 કલાકમાં 110 મિલિયનથી વધુ દર્શકો એટલે કે 11 કરોડ દર્શકો દ્વારા જોવામાં આવ્યું છે.


આ પણ વાંચો:
‘પુષ્પા2 ધ રુલ’માં રશ્મિકાનો ફર્સ્ટ લૂક રિવીલ

નિર્દેશક સુકુમારની ફિલ્મ પુષ્પા 2 માટે દર્શકોમાં જબરદસ્ત ક્રેઝ છે. વર્ષ 2021માં સુકુમાર પુષ્પા ફિલ્મ લઈને આવ્યા હતા. આ ફિલ્મે બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા.

અલ્લુ અર્જુનના ચાહકો તેને ફરી એકવાર પુષ્પાના અવતારમાં જોવા માટે ઉત્સુક છે. આ ફિલ્મમાં અલ્લુ જાપાનીઝ બોલતો જોવા મળશે. રિપોર્ટ્સનું માનીએ તો આ ફિલ્મ આ વર્ષે 15 ઓગસ્ટ 2024ના રોજ રીલિઝ થવા જઈ રહી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ… ફિલ્મી છે Sunil Chhetriની Love Story, જાણશો તો ખુશ થઈ જશો… આ Celebs છે Raha Kapoorના કાકા, ફોઈ-ફુઆ… નવમું નામ જાણીને ચોંકી ઉઠશો.. જ્યારે Harry Potter Mumbai Localમાં પ્રવાસ કરે ત્યારે…