મનોરંજન

કંગનાની ફિલ્મ ન ચાલી તો તે આ રીતે વરસી પડી બોલો

ફિલ્મ ન ચાલે તો સ્ક્રીપ્ટને, ડિરેક્શનને, કાસ્ટિંગને, ફિલ્મની રીલિઝ ડેટને કે બીજા કોઈ કારણોને જવાબદાર ઠેરવી શકાય. એ પણ સમીક્ષકો કે દર્શકો કહે તો ચાલે, પણ પોતાની ફિલ્મ ન ચાલે તો આ રીતે બફાટ તો કંગના રનૌત જ કરી શકે. કંગનાની ફિલ્મો ઘણા સમયથી ફ્લોપ થઈ રહી છે. લગભગ રૂ. 60 કરોડના ખર્ચે બનેલી તેની ફિલ્મે માંડ અઢી કરોડની કમાણી કરી છે.
ફિલ્મમાં કંગનાના અભિનયના ઘણા વખાણ થયા છે, પરંતુ ઘણા કારણોને લીધે તે બોક્સ ઓફિસ પર ડંકો વગાડી શકી નથી. ત્યારે કંગનાએ આ માટે તેનુ ખરાબ ઈચ્છનારાઓ પર ફૂલ વરસાવ્યા છે, પણ ટીકાના.

કંગના રનૌતની તેજસ 27 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને હવે રિલીઝના ચાર દિવસમાં જ બોક્સ ઓફિસ પર પીટાઈ ગઈ હોવાનું સાફ થઈ ગયું છે.

કંગના રનૌતની ફિલ્મને સમીક્ષકો તરફથી સારા રિવ્યુ મળ્યા નહીં અને બોક્સ ઓફિસ પર કલેક્શન પણ ઘણું ઓછું રહ્યું હતું. જેને લઇને કંગનાએ એક પોસ્ટ પણ શેર કરી છે.

કંગનાએ કહ્યું કે નિયતિએ તેને જીવનમાં કેટલીક ખાસ વસ્તુઓ કરવા માટે મોકલી છે. તેણે એ પણ જણાવ્યું કે કેવી રીતે તેણે પોતાનું સપનું સાકાર કરવા માટે 15 વર્ષની ઉંમરે હિમાચલ પ્રદેશ છોડી દીધું.

કંગનાએ કહ્યું, ‘જે લોકો મારું ખરાબ ઇચ્છે છે, તેમનું જીવન હંમેશા મુશ્કેલીઓથી ભરેલું રહેશે, કારણ કે તેમણે તેમના જીવન દરમિયાન દરરોજ મારો ચળકાટ જોવો પડશે. મેં 15 વર્ષની ઉંમરે ઘર છોડી દીધુ હતુ અને ત્યારથી હું સતત મારા ભાગ્યને સારુ કરવાનો પ્રયત્નમાં છું.

કંગનાના એક ચાહકે ટ્વીટ કરી હતી કે એ લોકોને ખૂબ શરમ આવવી જોઈએ કે જેઓ એક એવી છોકરીનું ખરાબ ઇચ્છી રહ્યાં છે જેણે પોતાના દમ પર પોતાને બનાવી છે, જે આઉટસાઇડર છે, જેણે બોલીવુડની રુઢિવાદીતાને તોડી છે, મુર્ખોનું આ જુંડ ખુબજ મોટુ છે, તમને પ્રેમ અને શક્તિ મળે કંગના. તેના જવાબમાં કંગનાવરસી પડી હતી.

સર્વેશ મેવાડા દ્વારા નિર્દેશિત ફિલ્મ તેજસમાં કંગના તેજસ ગિલ નામના બહાદુર પાયલોટની ભૂમિકામાં છે. તેનું ટ્રેલર જોઈને જ ખબર પડી જાય કે કંગનાનો અભિનય દમદાર છે, પરંતુ આ પ્રકારના સ્પેશિયલ ઓપરેશનની ફિલ્મો ઘણી બની છે. વળી, હાલમાં વર્લ્ડ કપ અને તહેવારોની મોસમ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button