IC 814 hijack: સિરિઝ જોનારને નવાઈ લાગે છે કે વાજપેયી સરકારે આવી ભૂલ કેમ કરી?
NetFlix પર સ્ટ્રીમ થયેલી સિરિઝ IC 814 hijack હાલમાં ચર્ચમાં છે. સિરિઝ વિવાદમાં પણ ફસાઈ છે, પરંતુ આવા કોઈ વિવાદને ધ્યાનમાં ન લેતા નેટિઝન્સ સિરિઝ જોઈ રહ્યા છે અને તેમને ઘણી ગમી છે. ડિરેક્ટર અનુભવ સિન્હાના વખાણ પણ થઈ રહ્યા છે.
જોકે સિરિઝ જોનારા તમામન એક સવાલ થઈ રહ્યો છે કે તે હાઈજેક કર્યા બાદ વિમાન 50 મિનિટ સુધી અમૃતસર એરપોર્ટ પર ઊભું હતું, પણ સરકારે કેમ કંઈ ન કર્યું ને તેને ભારત બહાર જવા દીધું. વાજપેયી સરકારે પોખરણ ખાતે પરમાણુ પરિક્ષણ કર્યું હતું અને તેથી એક તેમની અને લાલકૃષ્ણ અડવાણીની એક ખૂબ જ મજબૂત નેતા તરીકેની છબિ લોકોના મનમાં છે ત્યારે આ સિરિઝ ઘણા સવાલો તે સમયની સરકાર અને એજન્સીઓ સામે ઊભા કરે છે.
આવામાં તે સમયે સમગ્ર ઑપરેશન સમયે હાજર રૉના એક નિવૃત્ત અધિકારીનો એક ઈન્ટરવ્યુ વાયરલ થયો છે, જેમાં તેમણે તે સમયે અમૃતસર ખાતે નિર્ણય લેવામાં વિલંબ થયો અને સમન્વયનો અભાવ હોવાનું કબૂલ્યું હતું.
આ પણ વાંચો : ‘આઈસી 814’ને લઈને વિવાદ બાદ ઝૂક્યું Netflix: હાઇજેકર્સના અસલી નામ ઉમેર્યા…
24મી ડિસેમ્બર, 1999ના રોજ કાઠમંડુથી દિલ્હી આવતી ફ્લાઈટ હાઈજેક થઈ હતી અને ફ્યુલ ન હોવાથી 50 મિનિટ માટે અમૃતસરમાં લેન્ડ થઈ હતી.
AS Dulat, who was the chief of Research and Analysis Wing (RAW) in 1999,
તે સમયે Research and Analysis Wing (RAW)ના ચીફ એ.એસ.દુલાત હતા અને તમણે તાજેતરમાં સ્વીકાર્યું હતું કે પંજાબ પોલીસ, પંજાબ સરકાર અને કેન્દ્રની સરકાર વચ્ચે સમન્વય સધાયો ન હતો અને પ્લેનને અમૃતસરમાં જ રોકી શકાયું ન હતું. તેમણે સ્વીકાર્યું કે પ્લેનને ભારતની સીમા વટાવવા દેવાનુ ભારે પડ્યું. જોકે તેમણે જણાવ્યું કે અમે અમારાથી શક્ય હતી તે બેસ્ટ ડીલ હાઈજેકર્સ સાથે કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે હું કોઈનું નામ લેવા માગતો ન હતો, પણ ત્યારે તાત્કાલિક નિર્ણય લેવાયો ન હતો. આમ પણ આટલા વર્ષો બાદ કોઈના પર દોષારોપણ કરવું યોગ્ય નથી કારણ કે હું પણ આ ટીમમાં જ સામેલ હતો. તે સમયના પંજાબના ડીજીપી સરબજીત સિંહે જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્ય પ્રધાન પ્રકાશ સિંહ બાદલે પંજાબની ધરતી પર લોહી ન રેડાવું જોઈએ તેમ કહ્યું હતું, પણ મને દિલ્હીથી પણ કોઈ આદેશ મળ્યા હોત તો હું નિર્ણય લઈ શક્યો હોત.
તેમણે આઈએસઆઈનો આ હાઈજેક પાછળ હાથ હોવાની સો ટકા શક્યતા છે, તેમ પણ તેમણે જણાવ્યું હતું.
25 જેટલા વર્ષ પહેલાની આ ઘટના હજુ ઘણાને યાદ છે. તત્કાલીન વડા પ્રધાન અટલબિહારી વાજપેયીના જન્મદિવસ 25મી ડિસેમ્બરના એક દિવસ પહેલા 24મીએ આ હાઈજેક થયું હતું. તેમના કાર્યકાળમાં થયેલા પોખરણ અણુ પરિક્ષણ બાદ અમેરિકા નારાજ હોવાનું પણ બહાર આવ્યું હતું. જોકે હજુ સુધી તે સમયે કેન્દ્ર અને પંજાબ પોલીસ વચ્ચે સમન્વય કેમ ન સધાયો અને પ્લેનને રોકી લેવાની કોશિશ કેમ ન થઈ તે સવાલનો જવાબ લગભગ મળ્યો નથી.