‘આઈસી 814’ને લઈને વિવાદ બાદ ઝૂક્યું Netflix: હાઇજેકર્સના અસલી નામ ઉમેર્યા…
અનુભવ સિન્હાની વેબ સિરીઝ ‘IC 814: The Kandahar Hijack’ ભારે વિવાદનું કેન્દ્ર બની છે કે જેમાં આતંકવાદીઓના હિન્દુ નામો બતાવવામાં આવતા નિર્માતાઓની સામે ભારે વિરોધ ઊભો થયો હતો. આ સાથે જ OTT પ્લેટફોર્મ Netflix પર પ્રતિબંધ મૂકવાની માંગ ઉઠી છે. આ વિવાદમાં સમાચાર મળી રહ્યા છે કે શોનું ડિસ્ક્લેમર બદલવામાં આવશે.
મંત્રાલયમાં બેઠક બાદ નેટફ્લિક્સ દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં જણાવાયું છે કે આતંકવાદીઓના હિન્દુ નામો વાસ્તવમાં તેમના કોડ નેમ છે અને હવે ‘ભોલા’ અને ‘શંકર’ની સાથે, હાઇજેકર્સના અસલી નામો પણ ઉમેરવામાં આવશે. ‘IC 814: ધ કંદહાર હાઇજેક’ શોમાં હાઇજેકર્સના પાત્રો અને કોડ નેમને લઈને સોશિયલ મીડિયા પર ભારે વિવાદ સર્જાયો હતો. 1999ની આ ઘટના.
Netflixની વેબ સિરીઝ ‘IC 814’ આ દિવસોમાં વિવાદોમાં ઘેરાયેલી છે. વેબ શોમાં આતંકવાદીઓના નિક નેમ બતાવવાને લઈને વિવાદ થયો છે. જ્યારે તેના નિક નેમ હિન્દુ દર્શાવવામાં આવ્યા ત્યારે લોકોએ તેને OTTમાંથી હટાવવાની માંગ કરી હતી. વિવાદ એટલો વધી ગયો કે મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. ભારે વિવાદો ભરેલી સ્થિતિ બાદ નેટફ્લિક્સ દ્વારા તેમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે.
ભારે વિવાદો ભરેલી સ્થિતિ બાદ નેટફ્લિક્સ દ્વારા તેમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. હાઇજેકર્સના કોડ અને સાચા નામો ઉમેરવા માટે તેના ઓપનિંગ ડિસ્ક્લેમરને અપડેટ કરવામાં આવ્યું છે. શો માંથી આતંકવાદીઓના હિંદુ નામો પણ હટાવી દેવામાં આવ્યા છે.