ઈબ્રાહિમ અલી ખાન કેમ પિતા Saif Ali Khanને ઓટો રિક્ષામાં હોસ્પિટલ લઈ ગયો? સામે આવ્યું કારણ…
મુંબઈઃ બોલીવૂડ અભિનેતા અને પટૌડી ખાનદાનના નવાબ સૈફ અલી ખાન (Saif Ali Khan)પર એક અજાણી વ્યક્તિએ ચાકુથી છ વખત વાર કરીને ગંભીર રીતે જખ્મી કરી દીધો હતો. ઘટનાની જાણ થતાં જ સૈફના મોટા દીકરા ઈબ્રાહિમ અલી ખાન (Ibrahim Ali Khan) લોહીમાં લથબથ પિતાને ઓટો રિક્શામાં બેસાડીને લીલાવતી હોસ્પિટલ લઈ ગયો હતો. ચોંકી ગયા ને? પરંતુ આ હકીકત છે. ચાલો આ પાછળનું કારણ જાણીએ-
મળતી માહિતી મુજબ પિતા સૈફ પર હુમલો થયો હોવાની જાણ થતાં જ ઈબ્રાહિમ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તેણે લોહીથી લથબથ સૈફને ઓટો રિક્શામાં બેસાડીને જ ઘરેથી બે કિલોમીટરના અંતરે આવેલી લીલાવતી હોસ્પિટલ લઈ ગયો હતો. એવું કહેવાઈ રહ્યું છે કે આ ઘટના એટલી ઝડપથી બની હતી કે કોઈ ગાડી ઉપલબ્ધ થઈ શકી નહોતી. મોડી રાતે ડ્રાઈવર ના હોવાને કારણે સૈફ અલી ખાનને રિક્શામાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, એવી માહિતી સૂત્રો દ્વારા આપવામાં આવી હતી.
ઈબ્રાહિમ જ સૈફને ઓટો રિક્શામાં બેસાડીને હોસ્પિટલ જવા માટે રવાના થયો હતો. મીડિયા રિપોર્ટ્સમાં પણ આ જ માહિતી આપવામાં આવી છે અને દરમિયાન ઘરની સામેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં સૈફની પત્ની કરિના કપૂર-ખાન (Kareena Kapoor-Khan)ઓટો પાસે જ ઊભેલી જોવા મળી હતી અને ઘરના સ્ટાફ સાથે વાત કરતી જોવા મળી રહી છે.
આ પણ વાંચો…Bollywood: આવતીકાલે બે બિગ બેનર ફિલ્મ થિયેટરોમાં, રામચરણ અને સોનુ સુદે નિરાશ કર્યા…
અત્રે ઉલ્લેખનીય છે કે કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવા દાવો કરવામાં આવી રહ્યો છે કે કરિના જ્યારે સૈફ પર હુમલો થયો ત્યારે લંડનમાં પોતાની કઝિન બહેનો સાથે નાઈટ આઉટ અને પાર્ટી કરવામાં વ્યસ્ત હતી. પરંતુ બીજી બાજું સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં કરિના ઘરની બહાર જ જોવા મળી રહી છે, જેનો અર્થ એવો પણ કરવામાં આવી રહ્યો છે ઘટના સમયે કરિના મુંબઈમાં સૈફના ઘરે જ હતી. આ સમયે કરિના ખૂબ જ અપસેટ હોય એવું લાગી રહ્યું છે.
આ બધા વચ્ચે લીલાવતી હોસ્પિટલના ડોક્ટરો દ્વારા સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે કે સૈફની સર્જરી સફળ રહી છે અને તે હાલમાં ખતરાથી બહાર છે. સૈફની ટીમે પણ એક ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપીને ડોક્ટર અને ફેન્સનો આભાર માન્યો છે. આ સ્ટેટમેન્ટમાં જણાવવામાં આવ્યું થે કે એક્ટર હાલમાં ખતરાથી બહાર છે, પણ હોસ્પિટલમાં છે. ડોક્ટરની એક ટીમ તેમના પર નજર રાખી રહ્યા છે. સૈફની તમામ સર્જરી સફળ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સૈફ પર આ હુમલો મોડી રાતે 2.15 વાગ્યાની આસપાસ થયો હતો, જ્યારે એક કથિત ઘુસણખોર સૈફના ઘરમાં ઘૂસ્યો હતો. એ સમયે સૈફ પોતાના દીકરા જેહના રૂમમાંથી આવેલો અવાજ સાંભળીને બહાર આવ્ય હતો. એ સમયે તેમણે જોયું કે એક અજાણ્યો શખ્સ તેમની ઘરમાં કામ કરનારી મહિલા કર્મચારી પર હુમલો કરી રહ્યો હતો. સૈફે વચ્ચે પડીને મહિલા કર્મચારીને તો બચાવી લીધી પણ પોતે ઘાયલ થઈ ગયો. હુમલાખોર ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયો છે. મુંબઈ પોલીસ આ ઘટનાની વધુ તપાસ કરી રહી છે.