વર્ષો બાદ સૈફ અને અમૃતાના ડિવોર્સ પર ઈબ્રાહિમ અલી ખાને કરી વાત, કહ્યું આજે મારા પિતા…

બોલીવૂડ એક્ટર સૈફ અલી ખાને 1991માં અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા અને આ લગ્નથી બંનેને ઈબ્રાહિમ અલી ખાન અને સારા અલી ખાન એમ બે સંતાન છે. લગ્નના 13 વર્ષ બાદ 2004માં સૈફ અને અમૃતા છૂટા પડી ગયા.
હવે વર્ષો બાદ ઈબ્રાહિમ અલી ખાને પેરેન્ટ્સના ડિવોર્સની તેમના પર શું અસર થઈ એના વિશે ખુલાસો કર્યો છે. એટલું જ નહીં પણ તેણે સૈફ અલી ખાન અને કરિનાના સંબંધો વિશે પણ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. આવો જોઈએ શું કહ્યું છે ઈબ્રાહિમ અલી ખાને-
આપણ વાંચો: ઈબ્રાહિમ અલી ખાન કેમ પિતા Saif Ali Khanને ઓટો રિક્ષામાં હોસ્પિટલ લઈ ગયો? સામે આવ્યું કારણ…
ઈબ્રાહિમ અલી ખાને આ વિશે એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કરતાં જણાવ્યું હતું કે હું ચાર-પાંચ વર્ષનો હતો, એટલે મને ખાસ કંઈ યાદ નથી. સારા માટે આ અલગ હશે કારણ કે તે મોટી હતી. ડિવોર્સ બાદ પણ મમ્મી-પપ્પાએ એ વાતનું ખાસ ધ્યાન રાખ્યું હતું કે મને ટૂટી ગયેલાં સંબંધોનું દુઃખ ના અનુભવાય. મેં ક્યારેય તેમને એકબીજા સાથે ઝઘડતા નથી જોયા.
ઈબ્રાહિમે આ ઈન્ટરવ્યુમાં આગળ જણાવ્યું હતું કે હવે મારા પપ્પા બેબો (કરિના કપૂર) સાથે ખૂબ ખુશ છે. મારા બે ખૂબ જ તોફાની અને સુંદર ભાઈ છે અને હવે મારી મા સૌથી બેસ્ટ મા છે. તે મારું ખૂબ જ ધ્યાન રાખે છે, હું એમની સાથે જ રહું છું. બધું એકદમ પરફેક્ટ છે.
આપણ વાંચો: જેહ અને તૈમુર માટે ઈબ્રાહિમ અલી ખાને કેમ કહ્યું કે મને એમના ખરાબ લાગે છે…
અત્રે ઉલ્લેખનીય છે કે સૈફ અલી ખાને ડિવોર્સ બાદ 2012માં કરિના કપૂર સાથે લગ્ન કર્યા હતા. આ ઈન્ટરવ્યુમાં ઈબ્રાહિમે સૈફ પર થયેલાં એટેક વિશે પણ વાત કરી હતી અને જણાવ્યું હતું કે તે નાઈટ શિફ્ટમાં શૂટિંગ કરી રહ્યો હતો.
હું જ્યારે પિતાને મળવા હોસ્પિટલ પહોંચ્યો ત્યારે તેમણે મને કહ્યું કે જો તું ત્યાં હોત તો તું એ માણસની ધૂલાઈ કરી નાખત અને આ સાંભળીને હું રડી પડ્યો હતો.
ઈબ્રાહિમ અલી ખાન બોલીવૂડમાં ડેબ્યુ કરવા તૈયાર છે અને તે પેપ્ઝનો પણ એકદમ ફેવરેટ છે. સોશિયલ મીડિયા પર પેપ્ઝ સાથે મસ્તી કરતાં તેના વીડિયો અને ફોટો વાઈરલ થતાં હોય છે. ઈબ્રાહિમ પોતાના બંને નાના ભાઈઓ જેહ અને તૈમુર સાથે પણ એક સ્પેશિયલ બોન્ડ શેર કરે છે અને તે એ બંને માટેનો પ્રેમ દર્શાવવામાં કોઈ કમી નથી રાખતો.