Bollywood: મને ખબર છે કે મેં એક સુપર વુમન સાથે લગ્ન કર્યા છેઃ પત્નીના આવા વખાણ કર્યા આ અભિનેતાએ
મુંબઈઃ ગમે તેટલું કરીએ તો પણ કદર થતી નથી, આમ કહેતા તમે ઘણી પત્નીઓને જોઈ હશે. પોતાના કામ કે કૌશલ્યની કદર ઘરમાં થાય તેમ દરેક સ્ત્રી ઈચ્છતી હોય છે. ત્યારે પતિ જાહેરમાં વખાણ કરે અને પત્નીને સુપર વુમન કહે તો સ્વાભાવિક સારું જ લાગે. હાલમાં આવી ફિલિંગ અનુભવી રહી છે બોલીવૂડની એક સમયની અભિનેત્રી અને ખિલાડી કુમારની પત્ની ટ્વિન્કલ ખન્ના. ટ્વિન્કલને બધાએ અભિનંદન આપવા પડે કારણ કે તેણે 50 વર્ષની ઉંમરે પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે. બોલિવૂડ એક્ટ્રેસ ટ્વિંકલ ખન્ના ભલે ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર હોય પરંતુ તે હંમેશા લાઈમલાઈટમાં રહે છે. હવે તે એક્ટિંગ છોડીને લેખનમાં પોતાનું કરિયર બનાવી રહી છે, આ માટે તેણે પોતાનો અધૂરો અભ્યાસ પણ પૂરો કર્યો છે. હા, 50 વર્ષની ઉંમરે ટ્વિંકલ ખન્નાએ તેની પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી મેળવી છે. આ પછી તેના પતિ અને બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારે ટ્વિંકલ ખન્ના સાથેનો તેનો ફોટો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો અને તેના માટે એક મસ્ત પોસ્ટ લખી.
અક્ષય કુમારે હાલમાં જ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તે તેની પત્ની સાથે જોવા મળી રહ્યો છે. આ ફોટોમાં ટ્વિંકલ ખન્નાએ ગ્રેજ્યુએશન કોટ અને કેપ પહેરી છે અને ગ્રીન કલરની સાડી પહેરી છે. આ સિવાય અક્ષય કુમાર બ્લેક પેન્ટ અને ઓવરકોટમાં જોવા મળી રહ્યો છે. આ ફોટો શેર કરતા અક્ષય કુમારે લખ્યું – 2 વર્ષ પહેલા જ્યારે તમે (ટ્વીન્કલ) મને કહ્યું હતું કે તમે ફરીથી અભ્યાસ કરવા માંગો છો, ત્યારે મને નવાઈ લાગી હતી. પણ મેં તમને આટલી મહેનત કરતા જોયા ત્યારે મને સમજાયું કે હું એક સુપરને પરણ્યો છું. તમે તમારા ઘર, કારકિર્દી અને બાળકોની સાથે એક વિદ્યાર્થી તરીકે પણ કામ કર્યું. આજે તમારા ગ્રેજ્યુએશનના દિવસે હું ઈચ્છું છું કે મેં થોડો વધુ અભ્યાસ કર્યો હોત તો મેં ઘણા શબ્દો શોધી લીધા હોત તમને કહેવા માટે કે ટીના, હું તારા પર કેટલો ગર્વ કરું છું. કૉંગ્રેચ્યુલેશન્સ એન્ડ આઈ લવ યું. ટ્વિન્કલે યુનિવર્સિટી ઓફ લંડનથી માસ્ટર ડિગ્રી મેળવી છે. તેણે પોતાના દીકરા સાથે બે વર્ષ પહેલા અહીં એડમિશન લીધું હતું. ટ્વિન્કલ પોતાના વિચારો બેરોકટોક વિચારો રજૂ કરવા માટે પણ જાણીતી છે. મહિલાઓની સમસ્યાઓ અને સ્વતંત્રતા મામલે પણ તે ખૂબ ખુલીને બોલે છે.