બોલો, સુષ્મિતા સેન પર મને ભરોસો નહોતો, કોણે કહ્યું?
મુંબઈ: અભિનેત્રી સુષ્મિતા સેન તેની પોપ્યુલર વેબ સીરિઝ ‘આર્યા’ની ત્રીજી સિઝન સાથે દર્શકોનું મનોરંજન કરવા તૈયાર છે. વેબ સિરીઝના જાણીતા પાત્ર ‘આર્યા’ના લીડ રોલમાં જોવા મળતી સુષ્મિતાની આ વેબ સીરિઝની પહેલી બે સિઝનને પણ દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી હતી, અને લોકોએ સુષ્મિતાના કામને પણ બિરદાવ્યું હતું. હવે ‘આર્યા’ની ત્રીજી સિઝનને લઈને ડિરેક્ટર રામ માધવાનીએ સુષ્મિતાને લઈને એક મોટો ખુલાસો કર્યો છે.
ઇન્ટરનેશનલ એમી એવૉર્ડમાં નોમિનેટ થયેલા આ શો ઓટીટી પર રિલીઝ થયેલા સૌથી પ્રખ્યાત ઇંડિયન શોમાંથી એક છે. આ શો મારફત સુષ્મિતાએ એક્ટિંગમાંથી લાંબા સમયનો બ્રેક લઈને કમબેક કર્યું હતું. આ સિરીઝના ડિરેક્ટર રામ માધવાનીએ કહ્યું હતું કે જ્યારે સુષ્મિતા ‘આર્યા’ની પહેલી સિઝનમાં કામ કરવા તૈયાર થઈ હતી, ત્યારે મને તેના પર વિશ્વાસ નહોતો થયો. મને લાગતું હતું કે તે ત્રણ દિવસની અંદર કામ કરવાની ના પાડી દેશે.
સુષ્મિતા એક ડિરેક્ટર છે. જે આપણને આવીને એકદમથી વાતો કહી દે છે. તે દરેક વાત એકદમ સ્પષ્ટ રીતે કહે છે. જ્યારે તે પહેલr સિઝનમાં કામ કરવા તૈયાર થઈ હતી, ત્યારે મને એવો આભાસ થતો હતો કે તે ત્રણ દિવસ પછી કામ કરવાની ના પાડી દેશે. જોકે, આ પ્રકારની બાબતો એક્ટર સાથે થાય છે. રામ માધવાનીએ આગળ કહ્યું કે તે હું સીરિઝના કામ કરતાં લોકોના સર્વિસમાં છું, તેમના સિવાય હું કઈ પણ નથી. હું તેઓને પ્રોટેક્ટ અને તેમના પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવા હંમેશા તૈયાર રહું છું અને તેઓ જે બાબતથી પસાર થઈ રહ્યા છે તેને લઈને હું સેન્સિટિવ રહું છું.
રામ માધવાનીએ કહ્યું હતું કે મને એક્ટર પાસેથી બીજો ટેક કરાવવો ન પડે એ બાબતનું હું ધ્યાન રાખું છું. કોઈ મુશ્કેલી સીન પણ હું એક જ ટેકમાં પૂર્ણ કરવાનો પ્રયત્ન કરું છું. હું મારા ટેકનિકલ ક્રૂને કહું એ લાઈફમાં કોઈ બીજી ટેક નથી.
સુષ્મિતા બાબતે આર્યાના ડિરેક્ટર રામ માધવાનીએ કહ્યું કે સુષ્મિતા મારી શેરની છે. હું પ્રયત્ન કરું છું કે તેમને કામ કરવાની દરેક છૂટ આપું. આર્યાની નવી સિઝનમાં એક સીન છે જેમાં તે દારૂ પી રહી છે, આ સીનને સુષ્મિતાએ એકદમ શાનદાર રીતે કર્યો છે. આ સીનને ખૂબ જ સેન્સિટિવ રીતે કરવાની હતી અને સુષ્મિતાએ તેણે ખૂબ જ સારી રીતે કર્યો હતો.