મનોરંજન

’12th ફેલ’ ફિલ્મથી મને એક પણ પૈસો મળ્યો નથી, આ વ્યક્તિએ કર્યો ખુલાસો

મુંબઈ: અભિનેતા વિક્રાંત મેસ્સીની ફિલ્મ ’12th ફેલ’ને લોકોનો ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે. આ ફિલ્મ IPS ઑફીસર મનોજ શર્મામાં જીવન પર આધારિત છે. આ ફિલ્મની સક્સેસ પર મનોજ શર્માએ એક મોટો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આ ફિલ્મને આટલી સક્સેસ મળ્યા છતાં મને એક પણ રૂપિયો મળ્યો નથી.

જો કોઈ વ્યક્તિના જીવન પર ફિલ્મ બનાવવામાં આવે છે તો ફિલ્મની કમાણીમાંથી અમુક રકમ તે વ્યક્તિને આપવામાં આવે છે, પણ મનોજ શર્માએ એકપણ રૂપિયો ન મળ્યા હોવાની વાત કહીં સૌને ચોંકાવી દીધા છે. તાજેતરમાં આ બાબતે મનોજ શર્માએ કહ્યું હતું કે વિદુ વિનોદ ચોપરાની ’12th ફેલ’ મારા જીવન પર આધારિત છે, પણ તેમાંથી મને કોઈ પૈસા આપવામાં આવ્યા નથી. આ ફિલ્મ મારા પર લખવામાં આવેલી એક પુસ્તકને આધારે બનાવવામાં આવી છે.

હું તમને જણાવી દઉં કે મને કોઈ પૈસા નથી મળ્યા અને હું કોઈના પાસેથી પૈસા મળવાની આશા પણ નથી રાખતો. હું અને મારી પત્ની ઈમાનદાર વ્યક્તિ છે. મારા અને મારી પત્નીના ઓફિસમાં ‘નો ગિફ્ટ સિસ્ટમ’ ચાલે છે. અમારી પરીક્ષા વખતે અમે નિર્ણય કર્યો હતો કે ક્યારેય અને કોઈ દાગીના નહીં પહેરે.

મારી પત્ની આજે પણ કોઈ ઘરેણાં નથી પહેરતી. અમે એનિવર્સરીના પણ એક બીજાને ગિફ્ટ ન આપતા પત્ર લખીને ઉજવણી કરે છે. જેથી અમે શોપિંગ પણ નથી કરતાં. ’12th ફેલ’ આ ફિલ્મ યંગ લોકોને એક આશા આપે છે, આ મારી માટે એક મોટી ભેટ છે. મને અનેક વિદ્યાર્થીઓ પત્ર લખીને મારી જેમ બનવું છે એવું કહે છે આ વાત મારી માટે જરૂરી છે, એવું મનોજ શર્માએ કહ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button