હું બ્લ્યુપ્રિન્ટ છું, ડુપ્લિકેટ નહીંઃ ઉર્વશી રાઉતૈલા કઈ વાતે ભડકી

ફ્રાન્સનો ખૂબ જાણીતો કાન ફિલ્મ ફેસ્ટિવલ ભલે પૂરો થયો હોય પણ તેની ચર્ચા ઘણા સમય સુધી ચાલશે. આ ફેસ્ટિવલમાં એક તરફ દુનિયાના દેશોની ઘણી સારી ફિલ્મો જોવાનો મોકો મળતો હોય છે તો બીજી બાજુ રેડ કાર્પેટ પર મોડેલ્સ અને અભિનેત્રીઓ પોતાના હુશ્નનો જલવો પાથરતી હોય છે. આ વખતે પણ ઘણી ભારતીય અભિનેત્રીઓએ અહીં પોતાની અદાઓથી સૌને ઘાયલ કર્યા. ચર્ચામાં રહેનારી અભિનેત્રીઓમાં ઉર્વશી રાઉતૈલા (Urvashi Rautela)નું નામ મુખ્ય છે. હાથમાં લાખોની કિંમતના પોપટ અને બિકની ક્લચ લઈને આવેલી, ક્યારેક મલ્ટિકલર્ડ ગાઉન, ક્યારેક ફાટેલા બ્લેક ગાઉન તો ક્યારેક ન્યૂડબેઝ સિકવન્સવાળું ગાઉન પહેરેલી ઉર્વશીને મિક્સ રિસ્પોન્સ મળ્યો. જોકે આ બધા વચ્ચે તે ક્વિન ઑફ કાન્સ ગણાતી (queen of Cannes) Aishwarya Rai Bachhanની કૉપી કરતી હોય કે તેને સ્પર્ધા આપવા આવી હોય તેવી ચર્ચાઓ ચાલતી રહેતી હતી.

આ વાતથી ભડકી ગયેલી ઉર્વશીએ આ ટ્રોલર્સને એક લાંબી લચક પોસ્ટ લખી જવાબ આપ્યો છે. ઉર્વશીએ લખ્યું છે કે તો હું શું ઝીરો કરિશ્મા સાથે ઐશ્વર્યા રાયની ડુપ્લીકેટ બનવા ગઈ હતી. ઐશ્વર્યા આઈકોનિક છે અને હું કોઈની ડુપ્લીકેટ નથી, બ્લ્યુ પ્રિન્ટ છું. કાન ફિલ્મ ફેસ્ટિવલમાં મને હળવામળવા ન હતી બોલાવી, હું બધાથી અલગ તરી આવું એ માટે ગઈ હતી. જો તમને મારો લૂક, સ્ટાઈલ કે કોન્ફિડન્સ ન ગમ્યો હોય તો ઊંડો સ્વાસ લો.

ઉર્વશી તાજેતરમાં જાટ અને ડાકૂ મહારાજ ફિલ્મમાં આઈટમ સૉંગ્સ કરતી દેખાઈ હતી. ઉર્વશીના એક આયટમ સૉંગની ફી ઘણી હીરોઈનના આખા ફિલ્મની ફી કરતા વધારે હોય છે. ઉર્વશી વેલકમ ટુ જંગલ અને કસૂર-2માં પણ જોવા મળશે. જોકે તેણે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં જ ઘણી લાઈમલાઈટ મેળવી લીધી છે.

કાનમાં ભારતની પ્રતિનિધિ તરીકે હંમેશાં એશ છવાયેલી રહે છે. તેના ગાઉન, લિપ્સટિક બધુ જ ચર્ચમાં રહે છે. આ વખતે તેણે કિમ સાડી સાથે માંગમાં સિંદૂર પૂરી સૌને પ્લીઝન્ટ સરપ્રાઈઝ આપી હતી.
આ પણ વાંચો….‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’ના પાંચમા દિવસે ‘મુંબઈ સમાચાર 200 નોટ આઉટ’નું સ્ક્રીનિંગ કરાયું