Blue કલરના આઉટફિટમાં હુસ્નની પરીએ આપ્યા કાતિલ પોઝ… ફેન્સની ધડકનો વધારી…

બી-ટાઉનનું બેસ્ટ ડાન્સર અને મોસ્ટ બ્યુટીફૂલ એક્ટ્રેસ કોણ એવું પૂછવામાં આવે તો મગજમાં સૌથી પહેલું નામ આપે ધક ધક ગર્લ માધુરી દિક્ષીતનો. માધુરી અવારનવાર પોતાના લૂક્સને કારણે ચર્ચામાં આવતી હોય છે. હવે ફરી એક વખત Blue રંગના આઉટફૂટમાં કિલર પોઝ આપીને માધુરીએ ફરી એક વખત લોકોના દિલની ધડકનો વધારી દીધી હતી.
હાલમાં માધુરી દિક્ષીતના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે જેમાં એક્ટ્રેસની સુંદર સ્ટાઈલ અને કમાલની ફેશન સેન્સ દેખાઈ રહી છે. ફેન્સને માધુરીનો આ અનોખો અંદાજ ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ ફોટોમાં Blue રંગની સાડીમાં માધુરી દિક્ષીત કમાલની સુંદર લાગી રહી છે. આ સાથે તેણે સ્લીવલેસ બ્લાઉઝ સાથે પહેર્યું છે. બ્લાઉઝ પર એક અલગ ડિઝાઈન છે, જે એકદમ ક્યૂટ લાગે છે. ઉપરાંત, આ સમય દરમિયાન અભિનેત્રી ખૂબ જ સુંદર અને ગ્લેમરસ દેખાઈ રહી છે.
આ ઉપરાંત, વાયરલ થઈ રહેલી તસવીરોમાં માધુરી દિક્ષીત પાપારાઝીને ક્યૂટ સ્મિત સાથે સ્ટાઇલિશ પોઝ આપતી જોવા મળે છે. માધુરી દિક્ષીતની આ હરકતોથી ચાહકો પણ પ્રભાવિત થઈ રહ્યા છે. તેની સ્ટાઈલ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. અભિનેત્રી પોતે પણ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો માધુરી દિક્ષીત હાલમાં એક ડાન્સ રિયાલિટી શોમાં જજ તરીકે જોવા મળે છે, જેનાં સેટ પર જેની આ તસવીરો વાયરલ થઈ રહી છે. તે ગઈકાલે સલમાન ખાનના રિયાલિટી ટીવી શોમાં પોતાના આ શોનું પ્રમોશન કરવા માટે સુનિલ શેટ્ટી સાથે પહોંચી હતી. સુનિલ શેટ્ટી પણ આ શોમાં જજની ભૂમિકામાં જોવા મળશે.