Ankita Lokhande સાથે છૂટાછેડાને લઈને પતિ Vicky Jainએ આપ્યું આવું નિવેદન…

Pavitra Rishta Fame Actress Ankita Lokhandeએ પતિ Vicky Jain સાથે રિયાલિટી શો બિગ બોસ-17માં ભાગ લીધો હતો. આ શોમાં વિકી જૈન અને અંકિતા લોખંડેની કેમિસ્ટ્રી કરતાં ફાઈટિંગ જ વધારે જોવા મળ્યો હતો. વાત તો ત્યારે વધારે વણસી ગઈ હતી કે જ્યારે અંકિતાએ શોમાં ઝઘડા-ઝઘડામાં વિકીને બે ત્રણ વખત છૂટાછેડા આપી દેવાની વાત કહી દીધી હતી.
હવે એક્ટ્રેસના પતિ વિકી જૈને એક્ટ્રેસ સાથે છૂટાછેડા લેવા બાબતે ખુલાસો કર્યો છે અને મોટી વાત કહી દીધી હતી. આવો જોઈએ શું કહ્યું બિઝનેસમેન વિકી જૈને કે જેણે હેડલાઇન બનાવી હતી.
વિકી જૈને એક ઈન્ટરવ્યૂમાં છૂટાછેડા બાબતે ખુલાસો કરતાં જણાવ્યું હતું કે હું અને અંકિતા બંને ખુબ જ મોજ-મસ્તીમાં રહીએ છીએ. શોમાં જે પણ થયું એ બધું પરિસ્થિતિને આધીન હતું અને અમે લોકો સાથે ખુબ જ ખુશ છીએ. એવું કંઈ જ નથી. અમે લોકો છૂટાછેડા નથી લઈ રહ્યા અને અમે લોકો સાથે જ છીએ.
અત્રે ઉલ્લેખનીય છે કે બંનેના સંબંધોમાં એટલી બધી ખટાશ આવી ગઈ હતી કે લોકોને એવું લાગ્યું હતું કે આ શો બાદ કદાચ બંને જણ છૂટાછેડા જ લઈ લેશે. બંનેને સમજાવટ માટે શોના હોસ્ટ સલમાન ખાને અંકિતા અને વિકી બંનેની માતાઓને બોલાવવી પડી હતી.
બંનેની સમજાવટ છતાં પણ અંકિતા અને વિકીના સંબંધોમાં ખાસ કંઈ સુધારો જોવા મળ્યો નહોતો અને બંનેના ઝઘડા દિવસે દિવસે વધતા જ ગયા હતા અને વાત વણસતી જ જતી દેખાઈ હતી. પણ હવે એક્ટ્રેસના પતિએ આ ખુલાસો કરીને ફેન્સને રાહતના સમાચાર આપ્યા હતા.