મનોરંજન

‘ગ્રે રોલ’ કરવામાં આવે છે મજા: ‘દિલ્હી ક્રાઈમ 3’ સિરીઝ અંગે હુમા કુરેશીએ દિલ ખોલીને કરી વાત…

મુંબઈ: બોલીવુડની જાણીતી અભિનેત્રી હુમા કુરેશી આ દિવસોમાં ઓટીટી પ્લેટફોર્મ પર ખૂબ છવાયેલી છે. પહેલા મહારાણી-4 અને હવે દિલ્હી ક્રાઈમ સિરીઝની ત્રીજી સિઝનને લઈ ચર્ચામાં છે. અભિનેત્રી આ સિરીઝમાં ગ્રે શેડ રોલમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળી છે. પોતાના અભિનયને લઈ હુમા કુરૈશીએ કહ્યું છે કે પોતાને આ રોલ્સ કરવા માટે અનેક ભલામણો કરવામાં આવી હતી.

હુમા કુરેશીએ દિલ્હી ક્રાઈમ-થ્રી સિરિઝમાં પોતાના અભિનય અંગે મીડિયા અંગે મજાની વાત કરી હતી. હુમાએ કહ્યું કે મેં ગ્રે અભિનય કર્યા છે. વાસ્તવમાં મને પહેલેથી જ હળવા નેગેટિવ રોલ કરવાની મજા આવે છે, પરંતુ ‘દિલ્હી ક્રાઇમ-૩’નું નેગેટિવ મને પસંદ પડ્યું છે. ફિલ્મનો અભિનય ડાર્ક હોય શકે છે, પરંતુ શાનદાર છે. મને ઈન્ડસ્ટ્રીના કો-સ્ટાર્સે પણ આવા નેગેટીવ રોલ કરવાની સલાહ પણ આપી હતી, તેથી એ બાબત મેં મારી પ્રશંસાની રીતે ગણી હતી.

હુમા કહે છે કે તેણે પોતાના કેરેક્ટરને ફિલ્મી ખલનાયક જેવો નહીં, પરંતુ સાચા જીવંત વ્યક્તિ જેવો બનાવવા માટે ઘણા વિચારો કર્યા. હરિયાણવી ભાષાનો ઉપયોગ કરવો અને અન્ય નાની-નાની વિગતો પર ધ્યાન આપીને તેને વાસ્તવિક દેખાડવાનો પ્રયાસ કર્યો.

હુમા પોતાને નસીબદાર માને છે કે તેને કેરેક્ટરમાં ઊતરવા માટે ખાસ વાતાવરણ કે સંગીતની જરૂર નથી પડતી. શૉટ પહેલાં માત્ર દસ સેકન્ડનું મૌન રાખે અને તૈયાર થઈ જાય. તેના મતે સ્ક્રિપ્ટ વારંવાર વાંચીને અને સમજીને ઘરે જ તૈયારી પૂરી કરી લેવી જોઈએ, પછી સેટ પર એક્શન અને કટ વચ્ચે પોતાને સંપૂર્ણ સમર્પિત કરી દેવું.

અહીં એ જણાવવાનું કે આ વેબ સિરીઝનું નિર્દશન તનુજ ચોપરાએ કર્યું છે. હુમા કુરેશીએ મીનાના રુપમાં વિલનનો અભિનય કર્યો છે, જેને બડી દીદી તરીકે ઓળખવામાં આવે છે. મીના હ્યુમન ટ્રાફિકિંગ નેટવર્કમાં શક્તિશાળી માફિયા છે. આ વેબ સિરીઝમાં શેફાલી શાહ, રસિકા દુગ્ગલ અને રાજેશ તેલંગ વગેરે કલાકારો જોવા મળે છે, જ્યારે આ સિરીઝ 13 નવેમ્બરના રિલીઝ થશે.

આપણ વાંચો:  એરપોર્ટ પર ભારતીય મુસાફરો વ્હીલચેર સર્વિસનો દુરુપયોગ કરી રહ્યા છે! વાયરલ વીડિયો અંગે ચર્ચા

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button