મનોરંજન

હમ સાથ સાથ હૈના 26 વર્ષ પૂરા થયા, રાજશ્રીએ જૂની યાદોને શેર કરીને લખ્યું…

90ના દાયકાની આ બ્લોકબસ્ટર ફેમિલી ડ્રામા આજે પણ લોકોને આપે છે પ્રેરણા

90ના દાયકાને બોલીવુડમાં સુવર્ણ યુગ માનવામાં આવે છે અને તે યુગની ફિલ્મો હજુ પણ લોકોના મનમાં અંકિત છે. બરાબર 26 વર્ષ પહેલાં રિલીઝ થયેલી આવી જ એક ફિલ્મમાં સલમાન ખાન અને સૈફ અલી ખાન સહિત 25થી વધુ મોટા સ્ટાર્સ હતા. શૂટિંગ દરમિયાન સૈફ અલી ખાન ઊંઘની ગોળીઓ લેતો હતો. “હમ સાથ સાથ હૈ” નામની આ ફિલ્મની વાર્તા આજે પણ લોકો માટે પ્રેરણારૂપ છે અને આજે 26 વર્ષ પછી પણ તેનો ક્રેઝ જોવા મળે છે.

તમને જણાવી દઈએ કે આ ફિલ્મ 26 વર્ષ પહેલા પાંચમી નવેમ્બરના 1999માં રિલીઝ થઈ હતી. ફેમિલી ડ્રામા માટે જાણીતા સૂરજ બડજાત્યાએ આ ફિલ્મનું નિર્દેશન કર્યું હતું. આ ફિલ્મની પારિવારિક વાર્તામાં પ્રેમ, બલિદાન અને લાગણીઓનું અદ્ભુત ચિત્રણ હતું. આ ફિલ્મમાં 25થી વધુ દિગ્ગજ કલાકારોએ ભૂમિકાઓ ભજવી હતી. સલમાન ખાન, સૈફ અલી ખાન અને મોહનીશ બહલે મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી, જ્યારે તબ્બુ, સોનાલી બેન્દ્રે, નીલમ કોઠારી અને કરિશ્મા કપૂરે પણ તેમના દમદાર અભિનયથી લોકોના દિલ જીતી લીધા હતા.

આ પણ વાંચો : રૂ.100ની પાણીની બોટલ, રૂ.700ની કોફી? મલ્ટિપ્લેક્સમાં મનસ્વી ભાવ પર સુપ્રીમ કોર્ટની લાલ આંખ

આ ફિલ્મમાં, ત્રણ પુત્રોના લગ્નથી લઈને તેમના પરિવારો સુધી, ભારતીય સંસ્કૃતિમાં સંયુક્ત પરિવારની વિભાવનાને કેવી રીતે ઉજવવામાં આવે છે તે દર્શાવવામાં આવ્યું છે. 1990ના દાયકામાં રિલીઝ થયેલી, આ ફિલ્મ આજે પણ લોકપ્રિય છે.

સૈફ અલી ખાનની પત્ની અમૃતા સિંહે ખુલાસો કર્યો હતો કે ફિલ્મના શૂટિંગ દરમિયાન સૈફ અલી ખાન આખી રાત ઊંઘતો નહોતો, જેના કારણે તેને દિવસના શૂટિંગ દરમિયાન ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, તેથી સૈફ અલી ખાનને રાત્રે ઊંઘની ગોળીઓ આપીને સુવાડવામાં આવતો હતો, જેથી તે બીજા દિવસે સરળતાથી શુટિંગ કરી શકે. સૂરજ બડજાત્યાએ પણ એક ઇન્ટરવ્યૂમાં આ વિશે વાત કરી હતી.

આ પણ વાંચો : ₹900 કરોડની નેટવર્થ ધરાવતા Nita Ambani આ કોના માટે શોપિંગ કરી રહ્યા છે? વીડિયો થયો વાઈરલ….

આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. બોક્સ ઓફિસ ઇન્ડિયા અનુસાર ₹ 17 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે ભારતમાં ₹ 66 કરોડની કમાણી કરી હતી. આ સાથે ફિલ્મની વિશ્વભરમાં કમાણી ₹ 81 કરોડને વટાવી ગઈ હતી. આ ફિલ્મને અત્યાર સુધીની સૌથી લોકપ્રિય ફિલ્મોમાંની એક માનવામાં આવે છે.

ફિલ્મના 26 વર્ષ પૂરા થવા અંગે રાજશ્રી ફિલ્મ્સે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ સાથે જૂની યાદોને વાગોળી હતી અને કેપ્શનમાં લખ્યું કે ફિલ્મ હમ સાથ-સાથ હૈના 26 વર્ષ પૂરા થયા. ફિલ્મના દરેક સીન આપણને શીખવે છે કે સાચી ખુશી સાથે રહેવામાં રહેલી છે. રાજશ્રીએ યાદગીરી આપતા લખ્યું પણ તેના પર અનેક ચાહકોએ કમેન્ટ્સ લખી હતી. એક યૂઝરે લખ્યું હતું કે મારી ઓલ ટાઈમ ફેવરિટ તો બીજાએ લખ્યું હતું કે ખરેખર એક આઈકોનિક ફિલ્મ. અહીં એ જણાવવાનું કે હમ સાથ સાથ હૈ ફિલ્મનું શૂટિંગ મુંબઈના ફિલ્મ સિટી સાથે રાજસ્થાનના જોધપુરમાં થયું હતું.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button