મનોરંજન

‘હમ સાથ સાથ હૈ’, રિતિક રોશન અને સબા આઝાદે ગણપતિની આરતી કરી બ્રેકઅપની અફવા પર તાણી લગામ

એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ જ એવી છે કે અહીં ક્યારે કોણ સાથે છે અને ક્યારે કોણ અલગ થઈ ગયું છે એના વિશે કંઈ કહી શકાય નહીં. આજે પરિવારની જેમ સાથે જોવા મળતા કલાકારો આવતીકાલે એકબીજાને ઓળખતા પણ નથી હોતા, એવું બનતું હોય છે. રિતિક રોશન અને સબા આઝાદ છેલ્લા બે વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. તાજેતરમાં તેમના વિશે પણ એવી અફવા ફેલાઇ હતી કે તેઓનું બ્રેકઅપ થયું છે, પરંતુ હવે આ બંનેનો એક વીડિયો સામે આવ્યો છે, જે કપલના બ્રેકઅપની અફવાઓને રદિયો આપે છે.

બોલિવૂડના ગ્રીક ગોડ તરીકે જાણીતા રિતિક રોશને આ વર્ષે પણ પારિવારિક પરંપરા જાળવી રાખીને ભગવાન ગણેશની ઘરે પધરામણી કરી હતી. રિતિકના ઘરના ગણેશ પૂજનમાં રોશન પરિવારના તમામ નજીકના મિત્રો અને પરિવારના સભ્યોએ હાજરી આપી હતી જેમાં રિતિકની ગર્લફ્રેન્ડ સબા આઝાદ પણ હાજર રહી હતી. બંનેએ સાથે મળીને ગણપતિ પૂજામાં ભાગ લીધો હતો અને બ્રેકઅપની અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યું હતું. રિતિક અને સબાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.


રિતિક રોશનની બહેન સુનયના રોશને ગણપતિનો એક વીડિયો શેર કર્યો છે જેમાં બતાવવામાં આવ્યું છે કે તેઓ કેવી રીતે બાપ્પાને ઘરે લાવ્યા અને કેવી રીતે તેમનું વિસર્જન કર્યું. સુનયનાએ આ વીડિયોમાં રોજની પૂજા અને આરતીની ઝલક પણ બતાવી છે. આ વીડિયોમાં સબા અને રિતિક એકસાથે બાપ્પાની આરતી કરતા જોવા મળે છે. રિતિક સફેદ ટી-શર્ટ અને પાયજામામાં જોવા મળે છે, ત્યારે સબા તેની સાથે પીળા સલવાર સૂટમાં જોવા મળી હતી.

ઈસ્લામમાં આ રીતે આરતી કરવી પ્રતિબંધિત છે, પરંતુ બોયફ્રેન્ડ રિતિકની ખુશી માટે સબાએ બાપ્પાની મૂર્તિની સામે આરતી કરતી જોવા મળી હતી.
આ પ્રસંગે રાકેશ રોશન, પિંકી રોશન અને સુનયના રોશન સહિત રોશન પરિવારના અન્ય સભ્યો પણ હાજર હતા. તેમણે વિધિ મુજબ ગણપતિ બાપ્પાની પૂજા કર્યા બાદ ઘરમાં બનાવેલી પાણીની ટાંકીમાં ઈકો ફ્રેન્ડલી મૂર્તિનું વિસર્જન કર્યું હતું.

રિતિક અને સબાની વાત કરીએ તો તેઓ છેલ્લા બે વર્ષથી ડેટ કરી રહ્યા છે અને થોડા દિવસો પહેલા એવા અહેવાલો વાયરલ થયા હતા કે બંને અલગ થઈ ગયા છે. રિતિક ઘણી જગ્યાએ એકલો જોવા મળ્યો ત્યારે એવી અફવા ચગી હતી કે બંનેનું બ્રેકઅપ થઇ ગયું છે. અંબાણી પરિવારમા લગ્ન પ્રસંગે પણ સબા રિતિક સાથે જોવા મળી ન હતી. આ જ મહિનામાં રિતિક તેની પૂર્વ પત્ની સુઝેન અને બે દીકરા સાથે ડિનર માટે પણ ગયો હતો. જો કે, હવે આ કપલે તમામ અફવાઓ પર પૂર્ણવિરામ મુકી દીધું છે. તેમને સાથે જોઇને ફેન્સ પણ ખુશ છે.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button