રિતિકની ફિલ્મ માટે મુંબઈમાં ઊભું કરાયું જાપાન, ક્યાં છે?
મુંબઈઃ ‘વોર’ ફિલ્મમાં રિતિક રોશને પોતાના જોરદાર એક્શનથી લોકોને હેરાન કરી દીધા હતા. જેમાં ટાઈગર શ્રોફ અને રિતિક વચ્ચે જોરદાર એક્શન સીન્સ બતાવામાં આવ્યા હતા. હવે મેકર્સ આના બીજા પાર્ટની તૈયારી કરી રહ્યા છે. ‘વોર ટુ’માં રિતિક પહેલા કરતા પણ જોરદાર એક્શન સીન્સ કરતા નજરે પડવાના છે. પહેલા પાર્ટમાં મોરક્કો, પોર્ટુગલ અને ઈટલીમાં એક્શન સીનનું શૂટિંગ કરવામાં આવ્યું હતું.
બીજા પાર્ટમાં ડાયરેક્ટર અયાન મુખર્જી ડાયરેક્શન આપી રહ્યા છે. આ પાર્ટમાં મેકર્સ જાપાનમાં એક્શન બતાવા જઈ રહ્યા છે. જોકે રિતિક આના માટે પોતાના ભાગનું શૂટિંગ કરવા જાપાન નથી ગયા, અલબત્ત મુંબઈમાં જ જાપાન બનાવી દેવામાં આવ્યું છે. મહત્વની વાત છે કે આની શૂટિંગ માટે જાપાન જ મુંબઈ લાવી દેવાયું છે. અંધેરીના સ્થિત સ્ટૂડિયોઝમાં જાપાની મોનેસ્ટ્રીનો એક સેટ ઊભો કરવામાં આવ્યો છે, જેમાં રિતિકે એક્શન સીન્સ શૂટ કર્યા હતા.
આ એક્શન સીન્સને સી-યોંગ ઓહએ કોરિયોગ્રાફ કર્યા હતા. જેણે 2023માં પઠાણમાં એક્શન સીનને ડાયરેક્ત કર્યા હતા. આ સેટને જાપાનમાં એક પહાડ પરની લગભગ 300 વર્ષ જૂની મોનેસ્ટ્રીથી પ્રેરણા લઈ તૈયાર કરવામાં આવી છે.
આને રજત પોદ્દાર અને તેમની ટીમે બનાવ્યા છે. વોર ટુ વાઈઆરએફ યુનિવર્સનો એક હિસ્સો છે, તેથી જ આદિત્ય ચોપડાએ આ ફિલ્મના એક્શનને નેક્સ્ટ લેવલ પર લઈ જવા માટે બાર એક્શન ડાયરેક્ટર્સને સાઈન કરી લીધા છે.
આ શૂટિંગ સીક્વંસ માટે પહેલા રિતિક રોશને ખૂબ જ તૈયારી કરી હતી. તેમણે સપ્તાહો સુધી માર્શલ આર્ટ્સની ટ્રેનિંગ લીધી હતી અને સાથે જ જાપાની તલવાર કટાના ચલાવાની પણ ટ્રેનિંગ લીધી હતી, કારણ કે આના જોરદાર સિકવન્સમાં તેમણે વોરિયર મોંક્સ સાથે લડવાનું હતું.