સબા આઝાદ અને રિતિક રોશનને જોવા જમા થઈ ભીડ અને પછી રિતિક કર્યું આવું…
મુંબઈ: બૉલીવૂડ અભિનેતા રિતિક રોશન હાલમાં સબા આઝાદ સાથે તેના રિલેશનને લઈને જોરદાર ચર્ચામાં છે. છેલ્લા અનેક સમયથી રિતિક રોશન આબે સબા આઝાદ એકબીજાને ડેટ કરી રહ્યા છે, તેમ જ તેઓ હંમેશ એક સાથે જ જોવા મળે છે. જોકે તાજેતરમાં ડેટ પર નીકળેલા રિતિક અને સબા સાથે એવું થયું કે તેઓ બંને એક બીજાને કેટલો પ્રેમ કરે છે, તે સામે આવ્યું હતું.
રિતિક રોશન અને સબા આઝાદ ડેટ પર જવાની તસવીરો પાપારાઝીના કૅમેરામાં કેદ થતી હોય છે. છેલ્લી રાતે રિતિક અને સબાએ ડિનર ડેટ એન્જોય કરી હતી. આ ડેટમાં સબાએ નેક ટૉપ અને ટ્રાઊઝર અને રિતિકે પણ કેઝ્યુઅલ શર્ટ અને પેન્ટ પહેરી હતી.
સબા અને રિતિકની ડિનર ડેટની અનેક તસવીરો અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. સબા અને રિતિકને જોવા માટે રેસ્ટોરાંની બહાર લોકોની ભીડ જામી ગઈ હતી. ભીડમાં રહેલા લોકો સભા અને રિતિકની વધુ નજીક આવી જતાં રિતિક સબાને પ્રોટેક્ટ કરતો જોવા મળ્યો હતો. રિતિકનો આ આઇડિયલ બોયફ્રેન્ડનો અંદાજ લોકોને ખૂબ જ ગમ્યો છે.
સોશિયલ મીડિયા પર રિતિક અને સબાએ અનેક વખત રોમેન્ટીક પોસ્ટ શેર કરી છે, પણ સબા અને રિતિકે હજુ સુધી લગ્ન કર્યા નથી. જોકે લોકો સબા અને રિતિક વચ્ચેના પ્રેમને જોઈને તેમને જલદીથી લગ્ન કરવાની સલાહ આપી રહ્યા છે. તેમ છતાં અનેક લોકો લગ્ન નહીં કરતાં માત્ર લિવિંગ રિલેશનમાં રહેવા બદલ સબા અને રિતિકને ટ્રોલ કરી રહ્યા છે. 2025માં રિતિક રોશન ફિલ્મ ‘વૉર-2’માં જોવા મળવાનો છે.