Sussanne Khan wedding: રીતિક રોશનથી છૂટી પડેલી સુઝેન હવે નિકાહ પઢશે
બોલિવૂડના ફેમસ અને પોપ્યુલર એક્ટર રિતિક રોશન (Hrithik Roshan) હંમેશા પોતાની પ્રોફેશનલ લાઈફ કરતા પર્સનલ લાઈફના કારણે ચર્ચામાં રહે છે. લગ્નના 19 વર્ષ પછી અને બે બાળકોના જન્મ પછી, રિતિક અને સુઝેન ખાને અલગ થવાનો નિર્ણય કર્યો. છૂટાછેડા પછી, હૃતિક અભિનેત્રી સબા આઝાદને ડેટ કરી રહ્યો છે, જ્યારે અભિનેતાની પ્રથમ પત્ની સુઝાન અભિનેતા અને મોડલ અરસલાન ગોનીને ડેટ કરી રહી છે. અર્સલાન અને સુઝાન ઘણા વર્ષોથી સાથે છે. તાજેતરમાં તેમણે ઈદ નિમિત્તે એક વીડિયો શેર કર્યો છે ત્યારબાદ તેમના લગ્નની ખબરોએ જોર પકડ્યું છે.
સુઝેન ખાને પોસ્ટ કરેલા વીડિયોમાં અભિનેતા અલી ગોની, જસ્મીન ભસીન અને ગોની પરિવારના અન્ય સભ્યો પણ જોવા મળે છે. સુઝેને એક વીડિયો પોસ્ટ કર્યો છે અને કેપ્શનમાં બધાને ઈદની શુભેચ્છા પાઠવી છે. સુઝેન દ્વારા પોસ્ટ કરવામાં આવેલો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
નેટીઝન્સ પણ સુઝેનના વીડિયો પર લાઈક્સ અને કોમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે. વિડિયો પર ટિપ્પણી કરતાં, એક નેટીઝને કહ્યું, ‘હવે લગ્ન કરી લો…’, અન્ય નેટીઝને કહ્યું, ‘આ જોડી કેટલી સારી લાગે છે.’ સુઝાન ખાનના આ વીડિયોની હાલમાં દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે.
રિતિક રોશન-સુઝેન ખાને એકબીજાને ડેટ કર્યા બાદ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. લગ્ન બાદ તેઓએ બે પુત્રો રીહાન અને રીદાનને દુનિયામાં આવકાર્યા. પરંતુ તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. 2013 માં, રિતિક રોશન-સુઝેન ખાનના છૂટાછેડા થઈ ગયા. છૂટાછેડા પછી સબાએ રિતિકના જીવનમાં પ્રવેશ કર્યો. શરૂઆતમાં, એવી અફવાઓ હતી કે બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે.
પરંતુ સમયની સાથે બંનેએ બધાની સામે પોતાના સંબંધોનો સ્વીકાર કર્યો. બંને ઘણી જગ્યાએ સાથે પણ જોવા મળ્યા હતા. આટલું જ નહીં બંને એકબીજા સાથેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા રહે છે. સુઝેન પોતે પણ ઈન્ટિરિયર ડિઝાઈનર છે. અભિનેતા સંજય ખાનની પુત્રી હવે ફરી ઘર માંડવા જઈ રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.