Film: Hrithikની ફાઈટર લાંબી ફાઈટ નહીં આપે, બજેટ જેટલી કમાણી કરે તો સારું
રીતિક રોશન અને દિપીકા પદુકોણને ચમકાવતી ફિલ્મ ફાઈટર એક દિવસ પહેલા એટલે કે શુક્રવારને બદલે ગુરુવારે થિયેટરોમાં રીલિઝ થી હતી. પહેલા દિવસને બાદ કરતા ફિલ્મે શુક્ર, શિન-રવિમાં સારી કમાણી કરી, પરંતુ વીક-એન્ડ પૂરો થતાં ફરી સોમવારે સાવ ઠંડો પ્રતિસાદ મળ્યો હતો. હવે છેક આવતા અઠવાડિયે ફિલ્મ કમાણી કરે તો ભલે બાકી ચાલુ દિવસોમાં પણ લોકો જોવા જાય તેમ લાગી રહ્યું નથી.
ભારતની આ પ્રથમ એરિયલ એક્શન ફિલ્મના ટ્રેલરને લોકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો, પરંતુ ફિલ્મને પ્રથમ દિવસે અપેક્ષા મુજબની મજબૂત શરૂઆત મળી ન હતી. શુક્રવારે ગણતંત્ર દિવસની રજા પર, ફાઇટર એ લગભગ 41 કરોડથી વધુનું કલેક્શન કર્યું હોવાના અહેવાલો છે. અહીંથી દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદની ફિલ્મ ટેક ઓફ થઈ અને ત્રણ દિવસમાં સારી એવી કમાણી કરી. જોકે વીકએન્ડ કલેક્શન બાદ ફાઇટરની ખરી કસોટી સોમવારે થવાની હતી. ટ્રેડ રિપોર્ટ્સમાં ફિલ્મના મન્ડે કલેક્શનના અંદાજો આવવા લાગ્યા છે, જે દર્શાવે છે કે સોમવારના ટેસ્ટમાં રિતિકની ફિલ્મ કંઈ ખાસ કરી શકી નથી. ફાઈટરનું નેટ ઈન્ડિયા કલેક્શન પાંચ દિવસમાં 131 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.
ફાઇટરની કમાણી પર નજર કરીએ તો તેણે 5 દિવસમાં 130 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ ફિલ્મનું વર્લ્ડવાઈડ ગ્રોસ કલેક્શન રવિવાર પછી જ 200 કરોડ રૂપિયાના આંકડાને પાર કરી ગયું હતું. સોમવાર પછી આ આંકડો 220 કરોડ રૂપિયાની નજીક પહોંચી જશે. આવી સ્થિતિમાં, અહેવાલો અનુસાર, 250 કરોડના બજેટમાં બનેલી ફાઇટર ફ્લોપ થવાથી બચી જશે તેવું લાગી રહ્યું છે, પરંતુ સિદ્દાર્થની અગાઉની ફિલ્મ પઠાણ જેવું જંગી કલેક્શન કરવામાં સફળ જશે નહીં.