મનોરંજન

Happy Birthday: હનુમાનદાદાએ આ રીતે બચાવ્યો સોનૂ નિગમને

બોલિવૂડના પ્રખ્યાત ગાયક સોનુ નિગમના આઇકોનિક ગીતો આજે પણ લોકોની પહેલી પસંદ છે. આજની બર્થ ડે સેલિબ્રિટી માતા સરસ્વતીનો ઉપાસક સોનુ ઘણા વર્ષો પહેલા એક ભયાનક હાદસાનો શિકર થતા બચી ગયો હતો અને ત્યાર બાદ હનુમાનજી પ્રત્યે પણ તેને શ્રદ્ધા જાગી હતી. સોનુ નિગમે એક ઘટના જણાવી હતી જેમાં હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે તેમનો જીવ બચી ગયો હતો. હનુમાનજીએ તેમનો જીવ બચાવ્યો હતો.

જોકે આ ઘટના 2004ની છે. એક અહેવાલ અનુસાર તે સમયે સોનૂ પાકિસ્તાન એક કોન્સર્ટમાં ભાગ લેવા ગયો હતો. તે જગ્યા આર્મી એરિયામાં હતી અને કોન્સર્ટ પૂરો કર્યા પછી સોનુ પાછો જઈ રહ્યો હતો, ત્યારે વિસ્ફોટ થયો અને નજીકમાં આવેલી એક કારના ટુકડા થઈ ગયા. સોનુ નિગમે જણાવ્યું હતું કે જ્યારે તેની સામે વાહનની પાંખો ઉડી ગઈ તો તે ડરી ગયો અને તરત જ હનુમાન ચાલીસાનો પાઠ કરવા લાગ્યો અને એરપોર્ટ પહોંચ્યો ત્યાં સુધી ચાલુ રાખ્યો.

આ પણ વાંચો: આજે બોલિવૂડના આ દિગ્ગજ સ્વાભિમાની અભિનેતાનો જન્મ દિવસ, ઈન્દિરા ગાંધી પણ ના ઝુકાવી શક્યા

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ બ્લાસ્ટનું નિશાન સોનુ નિગમ પર હતું પરંતુ તે બચી ગયો હતો. જ્યારે સોનુ નિગમે કહ્યું હતું કે હનુમાનજીએ તેમને બચાવ્યા હતા અને ત્યારપછી હનુમાનજીમાં તેમનો વિશ્વાસ વધુ વધી ગયો હતો.

સોનૂ નિગમ ખૂબ જ મોટું ફેન ફોલોઈંગ ધરાવે છે. વર્ષો પહેલા ટીવી શૉ સારેગમથી લોકપ્રિય બનેલો આ ગાયક અભિનયમાં પણ નસીબ અજમાવી ચૂક્યો છે, પણ સફળ રહ્યો ન હતો. આજે સોનૂ પોતાનો 52મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. અભિનેતાને પદ્મશ્રીથી પણ નવાઝવામાં આવ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button