સુપરસ્ટારના સંતાનો કેટલું ભણેલા છે? રણબીર કપૂરથી લઈ સારા અલી ખાન વિશે જાણો એક ક્લિકમાં

ફિલ્મ સ્ટાર્સના બાળકો અનેક કારણોસર સમાચારમાં રહે છે. ચાહકો પણ માત્ર ફિલ્મો જ નહીં, પણ તેમના અંગત જીવન અને જીવનશૈલી વિશે જાણવા માંગે છે. ઘણા સ્ટાર કિડ્સ બહુ ભણેલા નથી છતાં બોલીવુડ પર રાજ કરી રહ્યા છે. ચાલો તમને જણાવીએ એવા ટોચના 10 પરિવારના સંતાનો વિશે જેમાંથી અમુક હાયલી એજ્યુકેટેડ છે તો અમુક ડિગ્રી લેવામાં પણ હાંફ્યા છે.
રણબીર કપૂર:

કપૂર પરિવારના પ્રતિભાશાળી પુત્રએ પોતે કહ્યું છે કે તેને અભ્યાસમાં બહુ રસ નહોતો. તેણે મુંબઈની બોમ્બે સ્કોટિશ સ્કૂલમાં અભ્યાસ કર્યો. પછી એચઆર કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઇકોનોમિક્સમાં પ્રી-યુનિવર્સિટી પરીક્ષા આપી.
બાદમાં તેણે સ્કૂલ ઓફ વિઝ્યુઅલ આર્ટ્સમાંથી ફિલ્મ નિર્માણનો કોર્સ કર્યો. ખરેખર, રણબીરે લી સ્ટ્રાસબર્ગ થિયેટર એન્ડ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાંથી મેથડ એક્ટિંગ શીખી હતી.
આપણ વાંચો: અમિતાભ બચ્ચનથી લઈને કંગના રનૌત સુધી આ ફિલ્મ સ્ટાર્સે પાઠવી મકરસંક્રાંતિની શુભેચ્છા
વરુણ ધવન: ડેવિડ ધવનના પુત્ર વરુણે ‘ઓક્ટોબર’ અને ‘બવાલ’ સહિત ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે બોમ્બે સ્કોટિશ સ્કૂલમાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો. બાદમાં તે યુકેની નોટિંગહામ ટ્રેન્ટ યુનિવર્સિટીમાંથી બિઝનેસ મેનેજમેન્ટમાં સ્નાતક થયો હતો.
જાહ્નવી કપૂર: શ્રીદેવી અને બોની કપૂરની પુત્રી જાહ્નવીએ ‘ધડક’ થી ડેબ્યૂ કર્યું હતું. જોકે, તેમણે મુંબઈની ઇકોલ મોન્ડિયલ વર્લ્ડ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. બાદમાં ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં આગળનો અભ્યાસ કર્યો. જાહ્નવીએ કેલિફોર્નિયાના લી સ્ટ્રાસબર્ગ થિયેટર એન્ડ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાંથી અભિનયનો કોર્સ કર્યો છે.
ટાઇગર શ્રોફ: 2014માં હીરોપંતીથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર ટાઈગરે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ તેમાંથી મોટા ભાગની ફિલ્મો ફ્લોપ રહી છે. વાસ્તવમાં ટાઇગરે અમેરિકન સ્કૂલ ઓફ બોમ્બેમાંથી અભ્યાસ કર્યો હતો. પછી તે ઉચ્ચ શિક્ષણ માટે એમિટી યુનિવર્સિટી ગયો અને ત્યાંથી આગળનો અભ્યાસ કર્યો.
ન્યાસા દેવગન: અજય દેવગન અને કાજોલની પુત્રી પણ ઘણી ચર્ચામાં રહે છે. અન્ય સ્ટાર કિડ્સની જેમ, ન્યાસાએ પણ ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે.
આપણ વાંચો: ફિલ્મ કોની, સ્ટાર્સની કે ટીમની? ફિલ્મ કોની ગણાવી જોઈએ એ વિશે એક મજાની ચર્ચા…
તે ઉચ્ચ શિક્ષણ માટે સિંગાપોર ગઈ. ન્યાસા યુનાઇટેડ વર્લ્ડ કોલેજ ઓફ સાઉથ ઇસ્ટ એશિયામાંથી સ્નાતક થઇ છે. બાદમાં, તેણે સ્વિટ્ઝર્લૅન્ડની ગ્લિઓન ઇન્સ્ટિટ્યૂટ ઑફ હાયર એજ્યુકેશનમાંથી ઇન્ટરનેશનલ હોસ્પિટાલિટીમાં ડિગ્રી મેળવી.
સુહાના ખાન:

બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાનની પ્રિય પુત્રી સુહાના ખાનથી શરૂઆત કરીએ. વર્ષ 2023માં તેણે ‘ધ આર્ચીઝ’ સાથે અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો. તે ટૂંક સમયમાં ‘કિંગ’ ફિલ્મથી થિયેટરમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.
સુહાનાએ મુંબઈની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. જે પછી તેમણે ઈંગ્લેન્ડમાંથી ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કર્યું. તેણે ન્યૂ યોર્ક યુનિવર્સિટી TISCH સ્કૂલ ઓફ આર્ટ્સમાંથી નાટકમાં ડિગ્રી પણ મેળવી છે.
આપણ વાંચો: સુપરહીટ ફિલ્મ મિ. ઈન્ડિયા આ બે સ્ટાર્સે નકારી હતી, જે અનિલ કપૂરને ફળી
આર્યન ખાન: બહેન પછી ભાઈનો વારો છે. આર્યન દિગ્દર્શક તરીકે ડેબ્યૂ કરી રહ્યો છે. તેમની વેબ સિરીઝ ધ બેડ્સ ઓફ બોલીવુડ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. અભ્યાસની વાત કરીએ તો આર્યને પણ મુંબઈની ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે.
ઇંગ્લેન્ડની સેવનઓક્સ સ્કૂલમાંથી હાઇસ્કૂલ પૂર્ણ કર્યા પછી તે કેલિફોર્નિયા ગયો. જ્યાં તેમણે યુએસસી સ્કૂલ ઓફ સિનેમેટિક આર્ટ્સમાં પ્રવેશ મેળવ્યો. ફિલ્મ અને ટેલિવિઝન પ્રોડક્શનમાં ડિગ્રી પૂર્ણ કર્યા પછી તેમણે દિગ્દર્શનમાં ખાસ તાલીમ લીધી.
અનન્યા પાંડે:

ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડેની ફિલ્મ કેસરી ચેપ્ટર 2 તાજેતરમાં રિલીઝ થઈ છે. જોકે, તેમણે 2019 માં ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’થી બોલીવુડમાં પ્રવેશ કર્યો હતો. અનન્યાએ મુંબઈની ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી પણ અભ્યાસ કર્યો છે, જે પછી તેમણે કેલિફોર્નિયા યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું.
આપણ વાંચો: Filmfare Awards: એવોર્ડ લીધા પછી ‘એનિમલ’ ફિલ્મના ગીત પર ઝૂમ્યા આ સ્ટાર્સ, વીડિયો વાઈરલ
રાશા થડાનીઃ રવિના ટંડન અને ફિલ્મ ડિસ્ટ્રિબ્યુટર અનિલ થડાનીની પુત્રી, તેણે ‘આઝાદ’ ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. જોકે, ફિલ્મ કરતાં વધુ હેડલાઇન્સ ગીતને કારણે મળી. તેણે પણ ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે.
ફિલ્મના શૂટિંગ દરમિયાન તે પોતાની પરીક્ષાની તૈયારી કરતી હતી. તેણે બિઝનેસ મેનેજમેન્ટમાં 12મા ધોરણનો અભ્યાસ કર્યો હતો. હવે તે એ જ શાળામાં ગ્રેજ્યુએશન કરી રહી છે.
સારા અલી ખાન:

સૈફ અલી ખાન અને અમૃતા સિંહની પુત્રી સારા અલી ખાન પણ સમાચારમાં રહે છે. 2018 માં ‘કેદારનાથ’થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો. અત્યાર સુધી, તેણે ઘણી ફિલ્મો કરી છે.
અભિનેત્રીએ પ્રાથમિક શિક્ષણ મુંબઈની બેસન્ટ મોન્ટેસરી સ્કૂલમાંથી મેળવ્યું હતું. બાદમાં તે ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં પણ ગઈ. ત્યાર બાદ તેણે કોલંબિયા યુનિવર્સિટી, ન્યૂ યોર્કમાંથી ઇતિહાસ અને રાજકીય વિજ્ઞાનમાં સ્નાતકની પદવી મેળવી હતી.